કેશોદ પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે રાકેશ વસાવા ની નિમણુંક જીલ્લા પોલીસ વડા સૌરભસિહ દ્વારા કરવામાં આવી છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં હાજર થઈને આજરોજ ચાર્જ સંભાળ્યો છે. યુવા અને બાહોશ પીઆઇ તરીકે રાકેશ વસાવાએ ચાર્જ સંભાળી સ્ટાફ સાથે મીટીંગ બોલાવી પરિચય તેમજ શહેર તાલુકા ની માહિતી મેળવી હતી. નવનિયુક્ત પીઆઇ રાકેશ વસાવાએ જણાવ્યું હતું કે કાયદાનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેથી કેશોદ પંથકના રહીશો ને નિર્ભય બની કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવ્યું છે.
જુનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિહ કોવીડ-૧૯ માં લાગું કરવામાં આવેલ લોકડાઉન માં સતત મુલાકાત લેતાં હોય ત્યારે કેશોદ શહેર-તાલુકા ની માહિતી મેળવી હતી ત્યારે કેશોદ શહેરમાં ક્રાઈમ રેટ ઓછા કરવા માટે અને ગલીએ ગલીએ ફરતાં લુખ્ખાઓ ને કાયદો અને વ્યવસ્થા નું ભાન કરાવવાં પીઆઇ રાકેશ વસાવા ની નિમણુંક કરીને કેશોદના રહીશો ને પુરેપુરી સુરક્ષા વ્યવસ્થા આપવા નિર્ણય લેવામાં આવ્યો છે.
જુનાગઢ જિલ્લા પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે ફરજ બજાવી ચૂકેલા પીઆઇ રાકેશ વસાવા ને કાયદાકીય રીતે જાણકારી ધરાવતા હોવાથી ગુનેગારો ને છટકવાની તક મળશે નહીં. કેશોદ શહેર તાલુકામાં પીઆઇ રાકેશ વસાવા દ્વારા કોવીડ-૧૯ હેઠળ ની કામગીરી ની સાથે સાથે અટકેલી તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.