અમદાવાદના ઓઢવ ખાતેની ઇન્ડુસઇન્ડ બેન્કમાં ડમી વ્યક્તિના નામે ખાતુ ખોલી રેકેટ ચલાવાતું
બોગસ કંપનીઓ અને બોગસ બેન્ક એકાઉન્ટ ખોલી સટ્ટાના કાળા કારોબારના નાણાની હેરફેર થતી હોવાનો ઘટટ્ટસ્ફો’ટ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. કે.કે.ચૌહાણે ક્રિકેટ સટ્ટાના બુકીના કીંગ ગણાતા રાજેશ રાજદેવ, ખન્ના, આશિફ ઉફે રવિ પટેલ, કર્મેશ પટેલ અને હરીકેશ પટેલ સામે નોંધાતો ગુનો
ક્રિકેટ સટ્ટાના કીંગ ગણાતા અને લાંબા સમયથી વિદેશ સ્થાયી થયેલા રાજેશ રાજદેવ સહિત પાંચ શખ્સોના દ્વારા બોગસ કંપની અને બોગસ બેન્ક એકાઉન્ટ દ્વારા ક્રિકેટ સટ્ટના હવાલા પાડવામાં આવતુ હોવાના કૌભાંડનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાસ કરવામાં આવ્યો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. કે.કે.ચૌહાણ ખુદ ફરિયાદી બની રાજેખ પ્રતાપ રાજદેવ, ખન્ના, આશિફ ઉર્ફે રિવી હસમુખ પટેલ, કર્મેશ કિરીટ પટેલ અને હરીકેશ પ્રણવ પટેલ સામે બોગસ બેન્ક એકાઉન્ટ અને બોગસ કંપનીના આધારે રુા.170.70 કરોડનું હવાલા કૌભાડ આચરી આર્થિક વ્યવહારો કર્યાનું પ્રકાશમાં આવતા બુકી બજારમાં સન્નાટો છવાઇ ગયો છે.
અમદાવાદમાં 17-10-22ના રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ક્રિકેટ સટ્ટા અંગે દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં મેહુલ પુજારા નામના શખ્સની ધરપકડ થઇ હતી તેની પૂછપરછમ અને તપાસમાં અલગ અલગ વોટસએપ મેસેજ અને ટેલિગ્રામ ગૃપની લીંગ મળી આવ્યા હતા. જેમાં લાંબા સમયથી ક્રિકેટ સટ્ટયાનો બેરોકટો કાળો કારોબાર ચલાવતા રાજેશ પ્રતાપ રાજદેવ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું.
રાકેશ રાજદેવ અને ખન્નાના ક્રિકેટ સટ્ટાના બેનંબરી આર્થિક વ્યવહાર આશિફ ઉર્ફે રવિ પટેલ અને કર્મેશ પટેલ નામના શખ્સો ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. બંને શખ્સોએ શ્રી શક્તિ એન્ટર પ્રાઇઝ, સુખસાગર હોલીડેઝ અને નોવા એન્ટર પ્રાઇઝ નામની બોગ, કંપની ખોલી હતી. જેના બેન્ક એકાઉન્ટ આકાશ રમેશ ઓઝા નામના વ્યક્તિના બોગસ ડોકયુમેન્ટના આધારે અમદાવાદના ઓઢવ ખાતેઇન્ડસઇન્ડ બેન્કમાં ખાલુ ખોલવામાં આવ્યું હતું.
મેહુલ પૂજારા અને તેના મિત્ર નયન ઠક્કર સાથે મળી બનાસકાંઠાના રાધનપુર ખાતે સુખસાગર હોલીડે નામની પેઢીના બેન્ક ખાતામાં રુા.70 હજાર ટ્રન્સફર કર્યા હતા, નોવા એન્ટરપ્રાઇઝ, શ્રી શક્તિ એન્ટર પ્રાઇઝ, સુખસાગર હોલીડેમાંથી એલએન મલ્ટી ટ્રેડીંગ, વિનાય ઇલોકટ્રોનિક, સાગર એન્ટર પ્રાઇઝ, એમ.એ.ટ્રેડર્સ, આર્યન એન્ટર પ્રાઇઝ, અમિત ટ્રેડર્સ, રજત એન્ટરપ્રાઇઝ, અક્ષત મલ્ટીટ્રેડીંગ અને સાઇજી એન્ટરપ્રઇઝ નાની કંપનીના બેન્ક ખાતામાં મોટી લેવડ દેવડ થઇ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. નોવા એન્ટરપ્રાઝ નામની પેઢીના બેન્ક ખાતામાં રુ.34,97,77,482,.37 ટૂંકા ગાળામાં જમા થયા હતા.
ક્રિકેટ સટ્ટાની ક્રાઇમ બ્રાન્ચની જીવણવટભરી તપાસમાં નયન ઠક્કર નામના શખ્સના બેન્ક સ્ટેટમેન્ટના આધારે સમગ્ર કૌભાંડનો પર્દાફસ થયો છે.
આ ઉપરાંત સુખસાગર, શ્રી શક્તિ, નોવા એન્ટરપ્રાઇઝ, એમ.એ.ટ્રેડર્સ, અક્ષત મલ્ટી ટ્રેડર્સ, સાગર એનટર પ્રાઇઝ, અમિત ટ્રેડર્સ, એલએકસ મલ્ટી ટ્રેડીંગ, વિનાયક ઇલોકટ્રોનિક, આકાશ ઓઝા અને આર્યન એન્ટરપ્રઇઝ નામના પેઢીના ખાતામાંથીિ રુા.1414,41,16,560, 23 રકમનું ટ્રાન્જેકશન થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
અમદાવાદના ઓઢવ વિસ્તારના આકાશ ઓઝા નામની વ્યક્તિને બેન્ક લોન અપાવવાના બહાને આધાર કાડ4 ખસઋિહિકતનઊા જરુરી ડોક્યુમેન્ટ આશિફ પટેલ અને કર્મેશ પટેલ મેળવી ઇન્ડસઇન્ડ બેન્કમાં ખાતુ ખોલી કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યું છે. બંને શખ્સોની પૂછપરછ દરમિયાન તેઓએ રાકેશ પ્રતાપ રાજદેવ અને ખન્નાજીના કહેવાથી આ રીતે બોગસ કંપની અને બોગસ બેન્ક એકાઉન્ટ ખોલી રુા.170.70 કરોડનો બેનંબર આર્થિક વ્યવહાર કર્યાની કબુલાત આપતા પોલીસે પાંચેય સામે બોગસ ડોકયુમેન્ટના આધારે તેનો ખરા તરીકે ઉપયોગ કર્યા અંગેનો ગુનો નોંધ્યો છે.