CBIના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી FIR રદ કરાવવાની માગ કરી છે. અસ્થાના તરફથી રજૂ વકીલે FIRને ગેરકાયદેસર ગણાવતાં કોર્ટમાં કહ્યું કે CBIએ એક આરોપીના નિવેદનનાઆધારે સ્પેશિયલ ડાયરેક્ટર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. અસ્થાના વિરૂદ્ધ એક દિવસ પહેલાંજ FIR દાખલ કરવામાં આવી હતી. તેના પર મીટ વેપારી મોઇન કુરૈશી મની લોન્ડ્રિંગ મામલાના સમાધાન માટે 2 કરોડ રૂપિયા લાંચ લેવાનો આરોપ છે.

CBIના વકીલે કહ્યું કે લાંચનો મામલો ગંભીર છે. FIRમાં ભ્રષ્ટાચાર અને ગુનાકીય ષડયંત્રની કલમો ઉમેરવામાં આવી છે. હાઈકોર્ટે 29 ઓક્ટોબરે આ મામલે સુનાવણી કરશે. ત્યાં સુધી તપાસ એજન્સીના પ્રમુખ પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે 29 તારીખ સુધી અસ્થાના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન કરવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.