સ્વર્ણિમ સંકુલમાં મતદાન
પહેલીવાર મતદાનની વ્યવસ્થા આ ક્ષેત્રની બહાર સ્વર્ણિમ સંકૂલ -૨ના ભોંયતળિયે સાપુતારા હોલમાં કરાઈ છે. કુલ ત્રણ બેઠકો સામે ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક એમ કુલ ઉમેદવારો છે. અમિત શાહ, વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના ભાજપના ધારાસભ્યોએ વિધાનસભા પહોંચ્યા.
1994માં આવો માહોલ હતો
1994માં ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા અને ભાજપ તરફથી કનકસિંહ માંગરોલા ભાજપની મદદથી ચૂંટણી જીત્યા હતા. તે સમયે પણ બાપુએ ક્રોસ વોટિંગ કરાવ્યું હતું.
ગુજરાતના રાજકારણમાં રાજ્ય સભાની ચૂંટણીમાં 23 વર્ષ પછી કસોકસનો જંગ જોવા મળી રહ્યો છે. બંને પક્ષે તણાવની સ્થિતિ છે. એક બાજુ કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલે પોતાની જીતનો દાવો કર્યો છે તો બીજી બાજુ તેઓ જેના પર આધાર રાખે છે તેવા એનસીપી અને જેડીયુના ધારાસભ્ય અને નલિન કોટડિયા ભાજપ તરફ મતદાન કરે તેવી શક્યતા છે. કોંગ્રેસ પાસે 44 ધારાસભ્યો છે. જીત માટે 45 મત જોઈએ. કોંગ્રેસનો કોઈ ધારાસભ્ય ક્રોસ વોટિંગ કરે તો પણ તેની પાસે 44 ધારાસભ્યો છે.