લોકસભા અને રાજયસભામાં સત્ર શરૂ થઈ ગયાને ઘણા દિવસો થઈ ગયા છે. છતાં પણ માત્ર હોબાળો અને સૂત્રોચ્ચારના કારણે બન્ને ગૃહોમાં ઉત્પાદકતામાં ચિંતાજનક ઘટાડો નોંધાયો છે. પ્રજાએ ચૂંટીને મોકલેલા સાંસદોનું કામ જરાક પણ બોલતું નથી  આંકડા મુજબ પાંચમી માર્ચી શરૂ યેલા દ્વિતીય બજેટ સત્રમાં માત્ર ૧૪મી માર્ચે પુરતુ કહી શકાય તેવું કામ યું હતું. આ દિવસે પાર્લામેન્ટરી સભ્યોએ ૪૨ મીનીટ સદનમાં ગાળી હતી.

આ ઉપરાંત ઉપલા સદનમાં ૮મી માર્ચે એક કલાક જેટલું જ કામ યું હતું. આ કામ પણ તે દિવસે મહિલા દિવસ હોવાના કારણે થયું હતું. અન્ય દિવસોમાં બન્ને સદનોમાં માત્ર વાદ-વિવાદ ચાલ્યા હતા. કોઈપણ જાતનું ગુણવતાસભર કામ બજેટ સત્રના દ્વિતીય પાર્ટમાં થયું નથી. જે ભારતની લોકશાહીને શરમાવે તેવી વાત છે.

ઉપલા અને નીચલા ગૃહમાં તમામ સાંસદોએ ખૂબજ ઓછી ઉત્પાદકતા બતાવી છે. છેલ્લા ઘણા સમયી બન્ને સદનોમાં માત્ર ૯ થી ૧૨ મીનીટ જેટલું જ કામ તું હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. દરરોજ પાંચ કલાક જેટલો સમય લોકસભા ગુમાવે છે. જયારે રાજયસભામાં પણ હાલત ખૂબજ દયનીય છે. સાંસદોની ઉત્પાદકતા પ્રમાણે પગાર ધોરણ હોવું જોઈએ તેવો મત છેલ્લા ઘણા સમયી લોકસભા અને રાજયસભરમાં થઈ રહેલી ધમાલના પરિણામે ઉઠી રહ્યાં છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.