સદગુરુ ઘ્યાન મંદિર ટ્રસ્ટ-ન્યારા ખાતે છેલ્લા ૪૭ વર્ષથી ન્યારા આશ્રમમાં ગુરુદેવની સેવા કરતા ટ્રસ્ટી રાજુભાઈ માનસાતા જણાવે છે કે, ન્યારા ગામ મારુ વતનછે તે ગામમાં વર્ષો થયા લોહાણા પરીવારનું એક જ ઘર છે તે આજની તારીખમાં એક જ છે. ન્યારામાં કુલ ૧૧ જ્ઞાતિનાપરિવાર રહે છે. આશરે ૩૦૦૦ માણસની વસ્તીછે. બધા જ સંપીને એક જ કુટુંબના સભ્યો હોય તેની નાના-મોટા હળીમળીને બધા રહે છે.
પૂ.રણછોડદાસજી મહારાજને અમારા પરીવારના વડીલ માધવજીભાઈ ગોપાલજીભાઈ માનસાતા તથા જેરામભાઈ દેવશીભાઈ માનસાતા પરીવાર, કોટડા નાયાણીથી પૂ.ગુરુદેવને આમંત્રણ આપેલ તે આમંત્રણને માન રાખીને પહેલા ૧૯૧૯માં પુનીત પગલા પાડી ન્યારા ગામને ધન્ય કરવા તથા ગુરુ ભાઈ-બહેનોને તથા આજુબાજુના ગામને ધન્યકરવા પધારેલ છે તે પછી પૂ.ગુરુમહારાજ અવાર-નવાર ન્યારા પધારીને ધન્ય કરતા સત્સંગ કરતા. સદગુરુ ઘ્યાન મંદિરટ્રસ્ટની સ્થાપના કરી તેમાં પ્રમુખ વડીલ વૃદ્ધ રમેશભાઈ કારીયા હંમેશા તેમનું માર્ગ દર્શનમળતું રહે છે તથા અનેક સંસ્થામાં તે જોડાયેલ છે.
રાજુભાઈ માનસાતા મેનેજીંગ ટ્રસ્ટી છે તથા અગાઉ ટ્રેઝરર તરીકે ચંદુભાઈ ચંદારાણા હતા તેના અવસાનથી સી.એ. ભાવેશભાઈ પાબારી અત્યારે ટ્રેઝરરની સેવા બજાવે છે. રાજાશાહીના વખતમાં ગુરુ મંદિર તથા શિવ મંદિરનો ઉલ્લેખ જે તેસમયના નકશામાં આજે જોવા મળે છે. રાજય સરકાર પાસેથી તે જમીન મામલે ત્યારે તે કલેકટરના હુકમથીમામલતદારે કબજા કિંમત લઈને સનંદ આપેલ છે ત્યારે અનિલભાઈ કારીયાએ પૈસા આપીને ભુમીદાન કરેલ છે. પૂ.ગુરુદેવ હરિચરણદાસજી બાપુએ ત્યારના સમયમાં વગર પંચાગ જોઈ આ ભુમી પુજનનું મુહૂર્ત કાઢી આપેલ છે તે શ્રાવણ વદને ત્રીજને દિવસે પૂ.હરીચરણદાસજી બાપુ પધારીને તેમની અમીદ્રષ્ટિથી આજે ન્યારા આશ્રમ તરીકે ઓળખાય છે.
કારતક સુદ ૪ ગુરુદેવની જન્મજયંતિ તથા પૂ.શ્રી ગુરુદેવની પૂણ્યતિથી ચૈત્રસુદ ૧૩ ઉજવાય છે તથા અષાઢ સુદ પુનમ ગુરુપૂર્ણિમા આવી રીતે ઉજવાય છે તથા મેડિકલ કેમ્પ તથા નાના-મોટા પ્રસંગો ઉજવાયછે. સ્થાિનક કમિટિમાં પ્રમુખ રમેશભાઈ પીપળીયા હાલના સરપંચ, મગનભાઈ સાવલીયા, છગનભાઈ પીપળીયા, ખોડીદાસ ઝાલાવડીયા, પ્રવિણભાઈ માનસાતા, કેતનભાઈ ઝાલાવડીયા, જીણાભાઈ મિસ્ત્રી, મહેશભાઈ પીપળીયા વગેરે સેવા આપે છે. ન્યારા આશ્રમમાં પધારીને પૂ.ગુરુદેવના દર્શને પધારવા સદગુરુ ઘ્યાન મંદિર ટ્રસ્ટે ગુરુપ્રેમી ભાઈ-બહેનોને જાહેર અનુરોધ કર્યો છે.