વિધાનસભામાં રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા રાજયપાલના પ્રવચન વિશે રાજુલા વિધાનસભાના પ્રાણ પ્રશ્નો વિશે જોરદાર સ્પીચ આપી…. અને શિક્ષણના મુદ્દાઓ વિશે જણાવેલ હતું કે આપણો દેશ બે વિપરીત પરિસ્થિતિમાંથી પસાર છે જેમાં શિક્ષણમાં રાજકારણ વધુ અને રાજકારણમાં શિક્ષણ ઓછુ એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે ત્યારે વંચિતો શોષિતોના પશ્ન થોડું વધુ ઘ્યાન આપવું જરુરી છે જેથી આ વંચિતો શોષિતો આ સમગ્ર બાબતોમાં વધુ ભાગ લઇ શકે તેમ છે. આ અંગે ડેર દ્વારા શિક્ષણ મંત્રીને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સિઝનલ હોસ્ટેલો જે ગરીબ બાળકો માટે ચાલે છે. તેનું પ્રમાણ રાજુલા વિધાનસભા વિસ્તારમાં વધારવાની માંગ કરેલ છે. આ વિસ્તારોમાંથી લોકો રોજગારી માટે બીજી જગ્યાએ જતા હોવાથી તેના બાળકો શિક્ષણ મળી રહે તેમની વ્યવસ્થા સરકાર કરાવે તેવી માંગ કરેલ છે. ડેર દ્વારા કુપોષણના મુદ્દે પણ સરકાર દ્વારા કામગીરી કરે તેવી માંગ કરેલ છે.
આરોગ્ય પ્રશ્ને મારી રજુઆત કરતા જણાવેલ કે, ડેર દ્વારા છેવાડાના તાલુકામાં બ્લડ સ્ટોરેજ અને ડાયાલીસીસ ની સુવિધાઓ માટે પણ સરકાર તૈયાર થાય તેવું જણાવેલ છે તેમજ જીલ્લા મથકે વિવિધ પ્રકારના ટેસ્ટીંગ થાય તેવી લેબોરેટરીની સુવિધાઓ સરકાર ઉપલબ્ધ કરાવે તેવી માંગ વિધાનસભા કરી છે.ડેર દ્વારા આરોગ્ય અંગેની સુવિધાઓ વિશે બોલતા એવું જણાવેલ છે કે, અમરેલીની સીવીલ હોસ્પિટલ પ્રાયવેટ ટ્રસ્ટ ને આપી દેવામાં આવેલ છે. તેને આવકારીએ છીએ પરંતુ આ સીવીલ હોસ્પિટલનો દરજજો રાજુલાને આપવામા આવે કારણ કે ઇન્ફ્રાસ્ટ્રકચર છે. જેથી રાજુલા ની હોસ્પિટલને સુવિધા આપવા માંગ કરેલ છે ત્યારબાદ ખાણ ખનીજના મુદ્દે ખનીજ ચોરી અને નિયમ વિરુઘ્ધ થઇ રહેલ ને તાત્કાલીક અટકાવવાનીમાં વિધાનસભામાં કરેલ છે અને ઇકોજોનમાં અમારો વિસ્તાર આવે આ વિસ્તારમાં ખેડુતોને કૂવા ખોલવાની મંજરી મળતી નથી. જયારે બીજી બાજુ કંપનીઓ બેફામ રીતે ખનન કરી રહ્યા છે.ખેડુતોને કૂવા બનાવવાની પરમીશન આપવા માટે માંગ ઉઠાવેલ છે અને ગેરકાયદેસર ખનન તાત્કાલીક રોકવાની માંગ કરેલછે તથા ડેમ સાઇટ અને મોટા જળાશયો ની બાજુ ચાલતી ગેરકાયદેસરની ખનન પ્રવૃતિ તાત્કાલીક અટકાવવાની માંગ ડેર દ્વારા કરવામાં આવેલ છે.