નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા પુલનું કામ મોડુ ચાલુ થયા હોવાનો આક્ષેપ: પુલમાં હેવી વાહનો દ્વારા ઓવર લોડીંગ પથ્થરોને ક્ધટેરના કારણે ગાબડુ 

રાજુલા નજીક હિંડોળા ગામ પાસે આઝાદી બાદ ધાતરવડી નદી પર બનાવવામાં આવેલ પુલમાં આજે ગાબડુ પડેલ હતું .અગાઉ પણ બેથી ત્રણ વાર ગાબડા પડ્યા હતા .તંત્ર દ્વારા થુકે પૂડા કરતા હોય તેવો ઘાટ ઘડાઇ રહ્યો છે આ ઇન્દોરના પુલની ગેરેન્ટી પીરીયડ પૂર્ણ થઇ ગયેલ હોવા છતાં સોમનાથ વેરાવળ રોડ ફોરટ્રેક અને સિકસ ટ્રેક બની રહ્યો છે તેમાં આ પુલનું કામ શરૂ કરવામાં આવેલ ન હતું સોમનાથ વેરાવળ રોડ જે લગભગ વીસ ટકા જેટલો પૂર્ણ થઈ ગયેલ છે ત્યારે આવા જર્જરીત પુલનું કામ પહેલાં કરવું જોઈએ પરંતુ શા કારણે આ કામ મોડું શરૂ કરવામાં આવ્યું? તેવો વેધક સવાલ લોકોમાંથી ઉઠવા પામેલ છે

IMG 20181220 163655990

 આ પુલમાં ગાબડું પડતા છેલ્લા બે દિવસથી હિડોરના થી ભેરાઇ ચોકડી અને ભાવનગર વેરાવળ રોડ પર ચાર નાળા સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા .

   આ પુલ આમ તો ખૂબ જ સારી કન્ડિશન મહત્વ પરંતુ જે તે સમયે તેની જે કેપેસિટી વજન વહન કરવાની નક્કી કરેલ હોય તેના કરતાં ખૂબ જ વધારે પ્રમાણમાં બાર વ્હેલના અને તેનાથી પણ મોટી ટોરસ ગાડીઓ અને સીમેન્ટના ટાંકા અને પથ્થરોની હેરાફેરી કરતાં ટ્રેલરો અને ટ્રેક્ટરો સતત દિવસ રાત દોઢસોથી બસો ટ્રેલરમાં ત્રીસથી ચાલીસ સ્ટોનના ઓવરલોડિંગ પથ્થરો અને બીજું   મટી રિયલસ ભરતા હોવાના કારણે  અને આરટીઓ અને પોલીસની મીઠી નજર તળે ઓવરલોડિંગ નું ચાલુ રહેતા આ પુલમાં મસ મોટુ ગાબડુ પડેલ છે તેઓ આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહેલ છે આરટીઓના અને ટ્રાન્સપોર્ટના નિયમોના જાણકારોને પૂછતા આરટીઓ દ્વારા બહાર વ્હીલના વાહનોને ૨૫ ટન અને તેનાથી નિચેના ને ૨૦ ટન વહન કરવાની વાહનોને  મંજૂરી આપવામાં આવે છે 

જ્યારે આ વિસ્તારના ટ્રાન્સપોર્ટરો અને ટ્રકો વાળા ઓવરલોડિંગ માલ સામાન આરટીઓ અને પોલીસની મીઠી નજર તળે આ પુલ પરથી પસાર થતા હોવાને કારણે આ ગાબડું પડેલ હોવાનો આક્ષેપ છે.

આ પુલ પરથી સવા અને એનર્જીની પથ્થરો ભરીને વેક્સ પચાસથી બસો જેટલી ઓવરલોડીંગ ગાડીઓ જાય છે તેમજ સિમેન્ટ કંપની અને પીપા પોર્ટના વાહનો પણ ઓવરલોડિંગ જાય છે તેની સામે અમરેલી આરટીઓને ટ્રાફિક પોલીસ શા માટે પગલાં ભરતી નથી? કે કોઈ કોઈ પણ જાતની કાર્યવાહી કરતી નથી? તેવો આક્ષેપ લોકોમાંથી ઉઠેલ છે આવા ઓવરલોડિંગ ના કારણે જ આ પુલ અને આ વિસ્તારના રોડ બિસ્માર હાલતમાં થઇ જવા પામેલ છે જેથી આવા ઓવરલોડિંગ ચલાવતા વાહનોની જવાબદારી આ પુલ તૂટવામાં જવાબદારી  ફિક્સ કરવા માંગ ઉઠેલ છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.