થોડા દિવસ પહેલા દાતરડી ગામ પાસે હાઇવે પર આવેલા પુલ પર થી ગડર નીચે પડયા હતા

રાજુલાના હિંડોરણા ગામ પાસે થી હાઈવે થઈ રહેલા ફોરવે માટેના કામ ચાલુ છે પણ જ્યાં કામ ચાલુ નથી ત્યાં રોડ ઉપર અનેક નાના મોટા ખાડાઓ એટલે કે ફુટ ફૂટ સુધીના ખાડાઓ પડેલા છે ત્યાંથી આ રોડ ઉપર નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓ કર્મચારીઓ કે રાજકારણીઓ શું નહીં નીકળતા હોય અને નીકળતા હોય તો તેમને આ ખાડા મોટા નહીં દેખાતા હોય કે પછી તેઓ આખે પાટા બાંધીને નીકળતા હશે તો પણ આ ખાડામાં ઊંચા થઈને પછડાય એવા તો ખાડા છે જ એટલે ખબર તો પડે જ કે આ ખાડા છે પણ કોઈ શું કરશે લોકોના જીવ ગુમાશે ત્યારે પણ રોડ ના ખાડા પુરાયા જોવા મળતા નથી

રાજુલા થી ચાર નાળા નજીક એક એવો ભયંકર રોદો છે નેશનલ હાઇવે માં કે એક બાઈક વાળા ની પાછળ બેઠેલા તેમના પત્ની રાત્રીના સમયે લાઇટો હોવાથી એ રોદો દેખાણો નહીં અને તેમના પત્ની બાઈક પાછળથી પૂંછડીને પડી ગયા અને તેમને માથામાં ઇજા થઈ છે 108 દ્વારા રાજુલા લઈ જવામાં આવ્યા છે આ રોદો કોઈ પૂરશે કે પછી આમ લોકો હેરાન થતાંજ રહેશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.