રજાના દિવસોમાં નયનરમ્ય નજારો માણવા માનવ મહેરામણ ઉમટી પડે છે
રાજુલામાં આવેલો ધાતરવાડી ડેમ હાલમાં છલોછલ ભરેલો છે. ખેડૂતો માટે જીવાદોરી સમાન આ ડેમનો નયનરમ્ય નજારો માણવા રજાના દિવસોમાં માનવ મહેરામણ ઉમટી પડે છે.
34 ફૂટની ઉંચાઈ ધરાવતો ધાતરવાડી ડેમ હાલમાં છલોછલ ભરેલો છે થોડુ પાણી ઉપરથી વહી રહેલ હોય આડેમ ચૌદ જેટલા ગામો ના ખેડૂતો પીત માટે જુવાદોરી સમાન અને રાજુલા જાફરાબાદ શહેર પીવાના પાણી પણ મળે છે. હાલમાં ધણી જગાએ વરસાદ ખેંચાઈ રહ્યો હોય રાજુલા વિસ્તારમાં ધાતરવડી ડેમ એક નંબર કે રાજુલા ભાગોળે ડેમ બેસંપૂર્ણ ભરેલો છે. ઉપરથી પણ ધાતરવડી નીર ચાલુ છે ધાતરવડી ડેમ બે જેમાં ધાણો નદી અને ધાતરવડી ડેમ એકનુ છલકાયેલુ પાણી હાલમાં વહી રહ્યું હોય ખેડુતો ખુબજ ઉપયોગી પાણી ના તળ પણ ખુબ સારી સ્થિતિમાં છે.
પુર્વ પ્રમુખ ચિરાગ બી. જોશી દ્વારા જણાવાયું હતું કે, દરીયા કિનારે તરફ જતું ડેમનુ પાણી નિચાણવાળાને ગામો પણ કિસાનો માટે આશિર્વાદરૂપ બન્યો છે.પાણી જ્યારે અછત સમયે રેલ્વે મારફતે રાજકોટ સુધી આ ધાતરવડી ડેમ ઉપયોગી બન્યો છે.આસપાસ સુંદરતા લીલીછમ હરીયાળી વાતાવરણ ઉભું થયું છે
શ્રાવણ માસમાં હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠે છે. તથા વધુ વરસાદની ખેડૂતો આશા સેવી રહ્યાં છે. રવિવારે રજાના દિવસે, તહેવાર નિમિતે લોકો આસુંદર નજારા માણવા ઉમટી પડે છે.