રાજુલા-જાફરાબાદ તાલુકામાં પર્યાવરણ ધોર ખોદીને અને લાખો હેકટર જમીનમાં માઇનીંગ કરીને અને બન્ને તાલુકાઓના તળના પાણી ખારા કરી નાખીને તેમજ અનેક ગામના લોકોના આરોગ્ય બગાડીને હવે આ અલ્ટ્રાટેક સીમેન્ટ કાું. દ્વારા મહુતા તાલુકાના નીચા કોટડા અને તેની આસપાસના વિસ્તારમાં માઇનીંગ કરવા જઇ રહેલ છે. ત્યારે સ્થાનીકોનો ખુબ જ વિરોધવચ્ચે પણ સરકાર અને પોલીસને આગળ કરીને જે રીતે અંગ્રેજ શાસનમાં લોકો ઉપર દમનના કોરડા વીઝવામાં આવતા હતા તે રીતે લોકોના પ્રશ્નોને સાંભળવાના બદલે લાઠીઓ વર્ષા વીને જાણે કે સરકાર ફકત કંપનીઓની જ હોય તેવો ઘાટ થયેલ છે. આ માઇનીંગ સામે લોકસુનાવણીમાં ખુબ જ વિરોધ નોંધાયેલ હોવા છતાં જેના ઉપર પર્યાવરણની રખેવાળી કરવાની જવાબદારી છે. તેવું ખુબ જ ભ્રષ્ટ અને કંપનીઓની ફેરવ કરતું પોલ્યુશન બોર્ડ અને પર્યાવરણ મંત્રાલય દ્વારા આ માઇનીંગ પ્રોજેકટ ને લોકોની અવગણના કરીને મંજુરી આપી દીધેલ હોય જેથી આ અને લોકોમાંથી એવો સવાલ ઉઠેલ છે કે તોઅ લોક સુનાવણી શા માટે થઇ?
આ માઇનીંગ પ્રોજેકટને મજુરી બાદ પણ લોકો દ્વારા સતત વિરોધ પદર્શન અને આંદોલન શરુ કરી દેવામાં આવેલ છે. જેના ભાગરુપે બે દિવસ અગાઉ માઇનીંગ એરીયામાં રામધુન અને વિરોધ કાર્યક્રમમાં પોલીસ દ્વારા કે જે પોલીસની જવાબદારી ફકત કંપનીઓનું જ રક્ષણ કરવાની નથી પરંતુ પબ્લીકના નોકર છે અને પબ્લીકના રક્ષણની જવાબદારી પણ છે. પરંતુ ફકત કંપનીઓના જ ઇશારે કામ કરતા પોલીસ દ્વારા જયારે લોકો ઉપર અને ખાસ કરીને મહીલાઓ ઉપર લાઠીઓ વરસાવીને કેટલાય ખેડુતો ના હાથ પગમાં ઇજાઓ પહોચાડી હોય આવા ખેડુતો અને સ્થાનીકોની ખબર અંતર પુછવા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર તથા નિરમા સામં આંદોલન કરીને જે રીતે પબ્લીક સાથે રહેલા પૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઇ કળસરીયા દ્વરા મહુવા હોસ્પિટલની મુલાકાત લઇને ઘાયલ લોકોના
ખબર અંતર પુછેલ હતા અને તેઓ આ વિસ્તારના લોકો સાથે છે તેવું જણાવેલ હતું અને જે રીતે નિરમાને ભગાડી હતી તે રીતે જ આ અલ્ટ્રાટેકનું માઇનીંગ પણ બંધ કરાવવામાં આવશે તેવી પણ ખાત્રી આપેલ હતી.