કાંધાદાદા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત મુકામે સમારોહ યોજાયો

ગુજરાત ભરના હડિયા પરિવાર દ્વારા સંચાલિત  કાંધાદાદા ચેરીટેબલ ટ્રસ્ટ-કળસાર દ્વારા સુરત મુકામે હડિયા પરિવારનો તેરમો સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ યુવતીઓ દ્વારા રાસગરબા અને આહિરાણી નું એક પાત્ર અભિનય રજૂ કરવામાં આવ્યું હતું સમારોહ નું અધ્યક્ષ સ્થાન સારથી બિલ્ડર ના માલિક દુલાભાઈ પાચાભાઈ હડિયાને આપવામાં આવ્યું હતું તેમજ સમારોહનાં પ્રમુખ મોહનભાઇ લાખાભાઈ હડિયાને સ્થાન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મંચ પર બેઠેલા તમામ મહેમાનો ને પુષ્પ ગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મોટિવેશન વક્તા અશોક ગુજર દ્વારા આજની યુવા પેઢી અને લોકોને ઉપયોગી વાતો કરી હતી.

ત્યારબાદ બાદ રાજુલાના ધારાસભ્ય અંબરીષભાઈ ડેર અને અશોક ગુજર તથા અન્ય મહેમાનોનું સોફો પહેરાવીને  તથા શિલ્ડ આપી  સન્માનિત કરવામાં આવ્યા હતા ધારાસભ્યની સાથે કુંડલિયાળાના સરપંચ ગાંગાભાઈ હડિયાએ પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર હડિયા પરિવાર વતી કાંધાદાદા ચેરીટેબલ ટ્રસ્ટ-કળસાર નાં પ્રમુખ હિંમતભાઈ હડિયા દ્વારા કાર્યક્રમમાં હાજર રહેવા બદલ ધારાસભ્ય અંબરીષભાઈ ડેર નો સમગ્ર હડિયા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો.

એડવોકેટ ઘનશ્યામભાઈ લાખાભાઈ હડિયા દ્વારા ૧૪,૪૪,૪૪,૪ નું અનુદાન ગૌશાળા તથા વાડીના લાભાર્થે આપવામાં આવ્યા હતા તેમજ સમગ્ર કાર્યક્રમના ૧૫૦૦૦૦ના દાતા ભુપતભાઈ હડિયા અને અરજણભાઇ હડિયા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી એવા કાંધાદાદા ચેરીટેબલ ટ્રસ્ટ-કળસાર નાં પ્રમુખ હિંમતભાઈ એમ. હડિયા ઉપપ્રમુખ લલ્લુભાઈ એમ. હડિયા  મંત્રી બાલકૃષ્ણભાઈ બી. હડિયા આયોજનમંત્રી એડવોકેટ ઘનશ્યામભાઈ એલ. હડિયા ખજાનચી દેવાનંદભાઈ એન. હડિયા તથા સમગ્ર ટીમ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી બહોળી સંખ્યામાં હડિયા પરિવાર પરિવારજનોએ હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.