અનેક રજુઆત છતાં કોઇ કાર્યવાહી ન થતાં ગામની મહિલા દ્વારા નાયબ કલેકટરને આવેદન

 

રાજુલના વિકટર ગામે છેલ્લા ઘણા સમયથી જંડુરભાઇ મોહનભાઇ ભીલ કોલાર્વાટર વહેંચતા હોય અને ખુલ્લેઆમ વહેચતા હોયજે અંગેની અવાન નવાર ફરીયાદો કરવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા આજરોજ વિકટર ગામની લગભગ ૨૦૦ ઉપરાંત મહીલાઓ દ્વારા રાજુલાના નાયબ કલેકટર દીલીપસિંહ વાળાને આવેદનપત્ર પાઠવેલ હતુ.

આ અંગે મહીલાઓ દ્વારા એવું જણાવવામાં આવેલ છે કે, આ જંડુર મોહન ભીલ જોલાપુર ગામની વાડીમાં આ કોલાવોટર ડાટી દયે છે અને ત્યાંથી થોડી થોડી બોટલો લેબર કવાટર વિસ્તારમાં ખુલ્લેઆમ પોતાની દુકાને વહેંચે છે. આ અંગે ફરીયાદની પરિણામન આવતા અને પોલીસ દ્વારા આ મેડીકલ વસ્તુ હોય જેથી અમે કાંઇ ન કરી શકીએ તેવુઁ જણાવતા આ આવેદનપત્ર પાઠવેલ છે અને જો તાત્કાલીક આ કોલાવોટર બંધ ન થાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારેલ છે. જો કે રાજુલાના દરીયાઇ વિસ્તારમાં કોલાવોટર તો ઠીક પણ દા‚ પણ મળતો હોવાની વિગતો બહાર આવેલ છે. જો આવા કૃત્યોને સમાજ દ્વારા રોકવામાં નહીં આવે તો આવતી પેઢીમાં નશામાં ચકચુર બની જશે.

જયારે બીજી બાજુ સરકાર દ્વારા દા‚નો અને નશા અંગેના કડક કાયદા હોવા છતાં પોલીસ કાંઇ ક અગમ્ય કારણે કોઇ પગલા શા માટે નથી ભરતી ? થોડા સમય પહેલા રાજુલા કડીયાળી ગામેથી મસમોટો દા‚નો જથ્થો પકડાયેલ હતો જે પણ ખેતરમાં દાટેલ હતો તો શું આ કેટલામાં પણ આવું જ છે કે શું?

આ વિસ્તારમાં જયારે મહીલાઓ રણચંડી બની છે ત્યારે હવે ના છુટકે આવા તત્વો ઉપર લગામ લગાવવી જરુરી થઇ પડશે. આ અંગે નાયબ કલેકટર દીલીપસિંહ વાળા દ્વારા આ બાબતે કાર્યવાહી શરુ કરી દેવામાં આવેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.