રાજુલાના ભેરાઇ ગામે આરટીઓ પાસિંગ કરાવવા જઈ રહેલા ટ્રક ડ્રાઈવરને માર મારી અન્ય ટ્રાન્સપોર્ટના સંચાલક સહિત ચાર શખ્સોએ માર મારી રોકડ લૂંટી ફરાર થઈ ગયાની ઘટના પીપાવાવ પોલીસ ચોપડે નોંધાઈ છે.
ટ્રકની ચાવી માંગી પાઇપ વડે હુમલો કરી ટ્રાન્સપોર્ટ સંચાલકે રોકડની રકમ લૂંટી લીધી
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખાંભા તાલુકાના નાના બારમણ ગામે રહેતા અને ટ્રક ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રમેશભાઈ ઉકાભાઇ પરમાર નામના ૨૯ વર્ષીય યુવાને યાદવ ટ્રાન્સપોર્ટના સંચાલક લાલ જીકાર વાઘ સહિત ચાર શખ્સો સામે મારામારી, લૂંટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ રમેશભાઈ ટ્રક પાસીંગ માટે જતા હતા ત્યારે લાલ વાઘે ઓફિસમાં બોલાવી ટ્રકની ચાવી માંગી હતી જે ન આપતા ફરિયાદી આગળ જતાં ત્રણ શખ્સોએ ટ્રક આંતરી પાછળથી લાલ વાઘે આવી રોકડા રૂ.૯૫૦૦ની લૂંટ ચલાવી પાઇપ વડે માર માર્યાનું જણાવ્યું છે. પોલીસે આ અંગે ટ્રાન્સપોર્ટ સંચાલક લાલ વાઘ સહિત ચાર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.