રાજુલાની સદવિચાર હોસ્પિટલમાંથી એક અને સમર્પણ હોસ્પિટલમાંથી બે સરકારી નોકરીયાત તબીબ ને ઝડપી કરાય કાર્યવાહી

રાજુલા ખાતે આવેલ સમર્પણ સ્પેશિયાલિટી હોસ્પિટલનું થોડા મહિના પહેલા ગુજરાત ના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું…

આજે એજ હોસ્પિટલ કે જેનુ ઉદ્દઘાટન આરોગ્ય મંત્રી એ કર્યુ હતુ તેજ હોસ્પિટલમા સરકારી ડોક્ટરોની બિન કાયદેસર રીતે આ સમર્પણ હોસ્પિટલમા પ્રેક્ટિસ કરતા રંગે હાથે ઝડપી લીધા હતા.આ તેજ હોસ્પિટલમાં 2 સરકારી હોસ્પિટલના ડોક્ટરો રંગે હાથે પ્રેક્ટિસ કરતા ઝડપી લીધા હતા.રાજુલા ખાતે ભાવનગર આરોગ્ય વિભાગ અને નાયબ નિયામક મનીષ ફેન્સી   અને અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી આર.એમ.જોશી ટીમ અને રાજુલા બ્લોક હેલ્થ ઓફિસર એન.વી.કળસરિયા સહિતની ટીમ  દ્વારા રેડ કરી 3 સરકારી ડોકટરોને પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા રંગે હાથે ઝડપી લીધા હતા અને 3 ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

Screenshot 3 33

જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડોક્ટર  શૈલેષ કળસરિયા તેવો હાલ રાજુલા મા પ્રાઇવેટ હોસ્પિટલ સદવિચાર ખાતે ફરજ બજાવતા રંગે હાથ પ્રેક્ટિસ કરતા ઝડપી લીધા હતા….

તેમજ રાજુલા સરકારી હોસ્પિટલ  ફરજ બજાવતા ડો, ભૂમિ કડીયા સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરતા જડપાયા હતા અને ડો,મહેશ કાતરિયાને પ્રાઇવેટ હોસ્પિટલ સમર્પણ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે નવજાત શિશુ તથા બાળરોગ નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરતા રંગે હાથે ઝડપી લીધા હતા……

તેમજ સમર્પણ હોસ્પિટલ ખાતે આવેલ સોનોગ્રાફી મશીન કબજે લઈ સરકારી સીલ મારવામાં આવેલ ત્રણે ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.