રાજુલા શહેરનાં મધ્યમ માં આવેલી રેલવેની બિન ઉપયોગી જમીન શહેરના વિકાસ માટે નગરપાલિકાને સોંપવા મુદ્દે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર છેલ્લા 5 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે આ આંદોલનને રાજકીય અને સામાજિક આગેવાનો સમર્થન કરી રહ્યા છે તેમજ વિવિધ સંસ્થાઓ પણ જાહેર ટેકો આપી રહી છે તેનાં કારણે આંદોલન દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યું છે .આ અંગે રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પત્ર આપેલ છે ને સાંસદને પત્ર પાઠવીને આ જમીન મુદ્દે રાજુલા શહેરની જનતાની લાગણી જણાવે છે અને આ મુદ્દે અમરીશ ડેરને સમર્થન આપેલ છે તેમજ રાજુલા શહેર ડાયમંડ એસો. દ્વારા પણ સમર્થન જાહેર કરેલ છે.
આ ઉપરાંત રાજકીય આગેવાનો દ્વારા પણ ટ્વિટરના માધ્યમથી ધારાસભ્ય અમરીશ ડેર ને આ મુદ્દે સંપૂર્ણ સમર્થન હોવાનું જાહેર કરે છે . જેમાં જેમાં કોંગ્રેસ તેમજ ભાજપ ના પણ આગેવાનોએ સહકાર આપેલ હોવાનું જાણવા મળેલ છે
કોંગ્રેસના આગેવાનોમાં વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી શક્તિસિંહ ગોહિલ અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ ભાજપના શક્તિશાળી એવા ભરતભાઇ કાનાબાર દ્વારા પણ આ મુદ્દે ટ્વીટર દ્વારા સમર્થન જાહેર કરેલ છે
ત્યારે જાફરાબાદ મામલતદાર કચેરી ખાતે જાફરાબાદ શહેર,બાબરકોટ ગામ તથા રોહિસા ગામનાં આગેવાનોએ રાજુલા રેલલની બિન ઉપયોગી જમીન મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું અને રાજુલા શહેરનાં વિકાસ માટે રેલવેની બિન ઉપયોગી જમીન નગરપાલિકાને સોંપવા મુદ્દે 5 દિવસ થી ઉપવાસ આંદોલન કરી રહેલા ધારાસભ્ય અંબરીષભાઈ ડેરનાં સમર્થન જાહેર કર્યું હતું તથા આગામી દિવસોમાં આ પ્રશ્ન નું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આંદોલનમાં પણ જોડાશે તેવી ચિમકી આપી હતી. ત્યારે દિવસે ને દિવસે મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો જાહેર સમર્થન કરી રહ્યા છે અને આગામી દિવસોમાં આંદોલન જોડાવા ની ચિમકી પણ ઉચ્ચારી રહ્યાં છે ત્યારે સરકાર દ્વારા આ અંગે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે.
રાજુલા: રેલ મંત્રી પોતાના જન્મદિને રેલવેની જમીન પાલિકાને ભેટ આપે: ધારાસભ્ય ડેર
રાજુલાથી રાજુલા સિટી (બર્બટાણા) રેલવે જંકશન પર ધારાસભ્ય સહિતના સમર્થનકારોનું આંદોલન
રાજુલા જંકશન (બર્બટાણા) રેલવે પ્લેટફોર્મ પર ચાલી રહેલ આંદોલનના છઠ્ઠા દિવસે આંદોલન છાવણીની મુલાકાતે કોંગ્રેસના ધારાસભ્યો અને કોંગ્રેસ સંગઠનના આગેવાનો એ મુલાકાત લઇ સમર્થન જાહેર કર્યું.
રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા રેલવેની પડતર જમીનના પ્રશ્ને નગરપાલિકાને સોંપવાના પ્રશ્ન ચાલી રહેલા આંદોલનના આજના છઠ્ઠા દિવસે રાજુલા શહેરમાં માર્કેટીંગ યાર્ડની સામે રેલવે દ્વારા લગાવેલ બેરીકેટ સામે ચાલી રહેલા આંદોલન પાંચ દિવસ બાદ આજે રાજુલા રેલવે જંકશનના પ્લેટફોર્મ ધારાસભ્ય અમરીશ ડેર અને નગરપાલિકાના સદસ્યો દ્વારા આ આંદોલનની જગ્યા બદલવામાં આવે છે
અને રેલ્વે વિભાગ સામે ચાલી રહેલા આંદોલન હાલમાં રાજુલા જંકશન કે જ્યાંથી ગુડ ટ્રેન અને પેસેન્જર ટ્રેનોની આવન-જાવન થાય છે તે રેલવે પરના પ્લેટફોર્મ પર આજે છઠ્ઠા દિવસે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવે છે.
આ અંગે પત્રકારોના પ્રશ્નોનો જવાબ આપતા ધારાસભ્ય દ્વારા સૌ પ્રથમ રેલવે મંત્રી પિયુષ ગોયલનો જન્મદિવસ હોય તેમને શુભેચ્છા પાઠવેલ છે અને તેઓને એવું પણ જણાવેલ છે કે , જન્મદિવસની ગીફ્ટ તરીકે આ જમીનનો પ્રશ્ન ઉકેલાય તો સ્કૂલના છ હજાર બાળકો ત્રણ હોસ્પિટલના દર્દીઓ અને રાજુલા માર્કેટિંગ યાર્ડ માં જણસો વેચવા આવતા 72 ગામના ખેડૂતો ને ફાયદો થાય તેમ છે અને આ પ્રશ્નો ઉકેલાય તો લોકો કાયમીક પિયુષ ગોયલ જીના ઋણી રહેશે.
આ અંગે વિસ્તૃત માહિતી આપતા દેવ દ્વારા એવું જણાવેલ છે કે છ-સાત મહિના પહેલા રેલ મંત્રાલય રાજુલા નગરપાલિકા અને 41 હજાર સ્ક્વેર મીટર જમીન ઓનપેપર આપેલ છે તેનો કબજો રેલ મંત્રાલય સોપે અને પિયુષ ગોયલ પોતાના જન્મદિવસની ભેટ રાજુલાને આપે.