પ્રસિધ્ધ યાત્રાધામ તુલસીશ્યામ કોરોના સંક્રમણનાં કારણે ૩૦ સપ્ટે. સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ તુલસી શ્યામ મધ્ય ગીરમાં હોવાથી ડુંગરાળ અને રમણીય વિસ્તારમાં હોવાથી તેમજ સોમનાથ દ્વારકા અને દીવ લોકડાઉનમા ખુલી ગયા હોવાથી આ વિસ્તારમાં હજુ પરપ્રાંતના પ્રવાસીઓ તથા શ્યામ સેવકો નો પ્રવાહ શરૂ થયો હોવાથી તુલસીશ્યામ ટ્રસ્ટ દ્વારા મંદિર દ્વારા તાત્કાલિક આગોતરું આયોજન કરી અહીં આવતા શ્રદ્ધાળુઓ ગરમ પાણીના કુંડ નાહવાની તેમજ રુક્ષ્મણી ના ડુંગર ચડવાની લોકોમાં અનેક શ્રદ્ધા હોવાથી હજુ પણ પ્રવાસીઓ આ વિસ્તારમાં આવી જતા હોવાથી શ્યામ ભગવાનનું મંદિર હાલ તો બંધ છે પરંતુ વિશેષ કોરાના ને ધ્યાનમાં લઇ. ૩૦ ૯ બંધ રાખવાનો ટ્રસ્ટીઓ નો નિર્ણય લઈ મધ્ય ગીરમાં આવેલા તુલસીશ્યામ ધામ શ્યામ ભગવાન ના સાનિધ્ય કોરાના મહામારીને. સરકારશ્રીની સૂચનાઓનું પાલન કરવા ની સૂચના ના કારણે તુલસીશ્યામ ધામ ના ટ્રસ્ટીઓની એક બેઠક તુલસીશ્યામ ખાતે મળી હતી જેમાં વિશ્વ મહામારી ના કારણે તુલસી શ્યામ યાત્રા ધામમાં કોરોનાસકૂમણ ન ફેલાય તે માટેઆગામી ૩૦ ૯ સુધી બંધ રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે તેની શ્યામ સેવકો પ્રવાસીઓ નોંધ લઇ અને તુલસીશ્યામમાં ન આવવા અને યાત્રીઓએ સાથ સહકાર આપવા માજી ધારાસભ્ય અને ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઇ વરૂ ની યાદીમાં જણાવાયું છે.