હડતાલ છાવણીમાં તલાટી કમ મંત્રીઓ દ્વારા રામધુન કિર્તન બોલાવાયા

રાજય તલાટી કમ મંત્રીના આદેશ અનુસાર તા.૨૨થી અચોકકસ હડતાલ પર રાજયના તમામ તલાટી કમ મંત્રીઓ હડતાલ પર ગયા છે.જેમાં આજે ચોથાં દિવસે હડતાલ યથાવત છે જેમાં રાજુલા તાલુકાના તમામ તલાટી કમ મંત્રી હડતાલ પર બેઠા છે.જેમાં રાજુલાના દરેક ગામના સરપંચો તાલુકા પંચાયતના પ્રમુખ બી.બી. લાડુમોર, ચેરમેન ભીખાભાઈ પીંજર તથા સહકારી ક્ષેત્રના આગેવાનો તથા પત્રકારો એ હડતાલ છાવણીની મુલાકાત લીધી અને ટેકો આપલે છે .

તેમજ સરકાર તલાટી કમ મંત્રીઓ ના પડતર પ્રશ્નો તા.૨૪.૧૦.૧૭ના પરિપત્રની શરત નં. ૪,૫ તથા ૬ રદ કરો, તલાટી કમ મંત્રીને વિસ્તરણ અધિકારી પંચાયત, આંકડા, સહકાર તથા નાયબ ચીટનીશમાં પ્રમોશન આપો, ૨૦૦૬ પહેલા નિમણુંક પામેલ તલાટી કમ મંત્રી ફિકત નોકરીના સમયગાળાના સળંગ ગણો તા.૧૪.૧૦.૧૦ના પરિપત્રમુજબ મહેસુલ તલાટીનો જોબચાર્ટ બનાવો અથવા તા.૧૨.૯.૧૭ના કેડર મર્જ કરવાનાં ઠરાવનો અમલ કરો, નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના શ‚ કરો જે સરકાર વહેલી તકે નિરાકરણ લાવે તેવું સર્વોએ જણાવેલ છે.

રાજુલા તાલુકાના વિવિધ ગામો, વડ, કુંભારીયા, કિંડારણા, જીંઝણ, નાના, મોટા મોભીયાણા, મોરંગી, વાવેરા, ભચાદર, દેવણ, દાતરડી, માંડળ, મજાદર, હડમતીયા, દિપડીયા, ધારેશ્વર, સાંજણવાવ, તથા અન્ય ગામોએ તલાટી કમ મંત્રીની હડતાલને ટેકો આપેલ છે.

તેમજ તલાટી કમ મંત્રીના પ્રશ્નો વહેલી તકે ઉકેલ લાવવા જણાવેલ છે તથા રાજુલા તાલુકાના ગામો દ્વારા ગ્રામસભા, સેવા સેતુ તથા એકતા રથ, તલાટી કમ મંત્રીની હડતાલ જયાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ કામોનાં બહિષ્કાર કરેલ છે.રાજુલા તલાટી કમ મંત્રી દ્વારા હડતાલ છાવણીમાં રામધુન કિર્તન કરવામા આવેલ છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.