જંગલ ખાતા ના કર્મચારીઓ એકલ દોકલ સામે કાર્યવાહી કરી પોર્ટ દ્વારા આરક્ષિત વનસ્પતિ એવા મેન્ગૃષ (તમર)ના વૃક્ષોનું નિકંદન કાઢતા સામે કોઈ કાર્ય વાહી કેમ નહિ!
રાજુલા શહેરમાં જેસીબી લોડર ટ્રેક્ટર સહિતની રેતી ચોરી પકડાયા બાદ આજે વન વિભાગ દ્વારા લાકડા ચોરી પકડી પાડતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે આવી અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે પગલાં ભરવા માંગણી ઉઠવા પામી છે
જાણવા મળતી વિગત મુજબ રાજુલા આરએફઓ મકરાણી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વિક્ટર રાઉન્ડમાં વિશળ્યા ગામ પાસે પરમીટ વિના એક ટ્રેક્ટર તેમજ એક ટ્રકમાં લાકડાઓ જતા હતા જેની પાસે પરમીટ પાસ ન હતી તેને તપાસવામાં આવતા તેની પાસે કોઈ કાગળો મળી આવ્યા ન હતા જેને પરિણામે તેની સામે ધોરણ સર ની કાર્યવાહી કરી રાજુલા વન વિભાગ કચેરીએ લાવવામાં આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી જેમાં આ લાકડા ક્યાંથી લાવ્યા તે પણ તપાસનો વિષય છે અને તેનો પાસ કેમ કઢાવ્યો નથી તે દિશામાં હાલ તપાસ શરૂ છે
જેમાં આરોપીઓ તરીકે મહિપતસિંહ ધીરુભાઈ પરમાર ધનસુખભાઈ કાનજીભાઈ બારૈયા ઘનશ્યામભાઈ કાછડ મુકેશભાઈ કાછડ સહિતના ચાર આરોપીઓને પકડી દંડ ફટકારવામાં આવ્યો છે અને સ્થળ ઉપર દંડ વસૂલવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે ટ્રેક્ટર અને ટ્રક બંને ગાડી નંબર લષ14ડ્ઢ 78 43 તેમજ લષ 13ૂ 1123 બંને ગાડીઓ ઉપર ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે
અત્રે નોંધનીય બાબત છે કે રાજુલા આસપાસ બેફામ રોયલ્ટી ચોરી અને પથ્થરની ચોરી થઈ રહી છે તેની પણ ગઈકાલે કાર્યવાહી થઈ હતી જ્યારે આજે વન વિભાગ એ લાકડા ચોરી પકડી પાડી છે ત્યારે આ વિસ્તારમાં દારૂ જુગાર રહેતી ચોરી અને આવી લાકડા ચોરી અસામાજિક પ્રવૃત્તિઓ બંધ થાય તે માટે કડક હાથે તંત્ર કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠવા પામી છે તેમ જ રાજુલા શહેરમાં આ કાર્યવાહી જરૂરી બની છે.
જોકે વન વિભાગ ના કર્મચારીઓ આવા બનાવો માં શુરા સાબિત થયા છે પરંતુ આવા એકલ દોકલ સામે કાર્ય વાહી કરે છે પણ પીપાવાવ પોર્ટ દ્વારા લાખો ની સંખ્યા મા સુડ્યુલ વન માં આવતી આરક્ષિત વનસ્પતિ એવા મેન્ગૃષ ( તમર) ના વૃક્ષો નું નિકંદન કાઢી નાખવા છતાં કોઈ કાર્ય વાહી કેમ નહિ.તેવા સવાલો લોકો નથી ઊઠી રહ્યા છે.