રાજુલા તાલુકાના રાગપરા ૨ ગામે તાજેતરમાં એપીએમ ટર્મીનલ્સ પીપાવાવ પોર્ટ તથા ગ્રામ પંચાયતના સરપંચ સનાભાઈ વાવ, અરજણભા, વાઘ તથા ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ વીઆરટીએસ સંસ્થાના અથાગ સહયોગથી ધાતરવડી નદી પર ચેક ડેમ કમ કોઝવેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયેલ છે. અને પૂર્ણ થતાની સાથે જ ધોધમાર વરસાદ પડતા આ ચેક ડેમ સંપૂર્ણ ભરાઈ ગયેલ છે.
આ ચેક ડેમ ભરાઈ જતા રામપરા ૨ ગામના સરપંચ સનાભાઈ વાઘ તથા તેની ટીમ દ્વારા આ ચેકડેમની મુલાકાત લઈને અત્યંત ખુશ ખુશાલ દેખાઈ રહ્યા હતા. અને તેઓએ આ અંગે જણાવેલ હતુ કે આ ચેકડેમ પૂર્ણ તતા અને સંપૂર્ણ ભરાઈ જતા રામપરા ૨ વિસ્તારમાં તળમાં મીઠા પાણી ઉતરશે અને રામપરા ૨ ગામના ખેડુતો આ જમીનોમાં બાગાયતી પાકો લઈ શકશે અને ચોમાસા સીઝન ઉપરાંત ઉનાળુ પાક પણ લઈ શકે આ ચેકડેમ થવાથી આ વિસ્તારનાં માલ ઢોર પશુ પક્ષીને ખૂબજ રાહત થયેલ છે.