રાજુલા શહેરમાં જુના રેલ્વે સ્ટેશનની કરોડોના કિંમતની જમીન બિન ઉપયોગી પડેલ છે. અને નજીકમાં જ ઉજળિયાત અને અન્ય વર્ગના એજ્યુકેટેડ લોકોની વસ્તી અહીં વર્ષોથી રહે છે. વર્ષોથી અહીંના વિસ્તારમાં સફાઇ થતી નથી. અહીંના રહીશો પાસેથી નગર પાલિકા દ્વારા લેવાતા આવતા વેરાઓ વસુલવામાં આવે છે.
અહીં જાહેર રોડ પર નોનવેઝની અને તુલસી બાગ પાસે ખાણી પીણીની લારીઓ ધરાવનાર અમુક માણસો દ્વારા સાંજ પછીના સમયે વધેલો એઠવાડ અહીં નાખવામાં આવે છે. તેમજ રેલ્વે સ્ટેશનની સામે જાહેર શૌચાલય હોવા છતાં સાંજ પછીના અને વ્હેલી સવારે અહીં શૌચક્રિયા માટે આવે છે.
તેથી આ શૌચાક્રિયાથી ગંદકી થાય છે. મચ્છરનો ઉપદ્રવ વધે છે. ગત વર્ષ અહીં કમળાના પોઝેટીવ પાંચ કેસો બનેલા રજૂઆતો કરેલી પરંતુ યોગ્ય ઉકેલ આવેલ નથી. હાલના અહીંના વિસ્તારમાં ટાઇફોડ મેલેરિયા કમળો તેમજ હાહાકાર મચાવતા રોગો જેવા કે ડેન્ગ્યૂ કોંગો ઝિંકા તેમજ સ્વાઇન ફ્લુ જેવા રોગો આ શહેરમાં ન ફેલાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા અને જવાબદાર આવા તત્વોની ઉ૫ર શિક્ષાત્મક પગલાં ભરવા માંગ કરાઇ છે.