રાજુલામાં ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની રામકથામાં ઉ૫સ્થિત રહી કથા શ્રવણ કરતા મુખ્યમંત્રી: ઔઘોગીક તાલીમ સંસ્થાના ભવનનું લોકાર્પણ
રાજુલા ખાતે યોજાયેલ ભાઈ રમેશભાઈ ઓઝાની રામ કામાં ઉપસ્તિ રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં રાજુલા પીપાવાવ અને અમરેલી એ વિકાસનું કેન્દ્રબિંદુ બનવાના છે. આ વિસ્તારમાં આગામી દિવસોમાં ખૂબ જ મોટા ઉદ્યોગો આવી રહ્યાં છે ત્યારે આ વિસ્તારના યુવાનો માટે રોજગારીની ઊજળી તકોનું નિર્માણ શે. મુખ્યમંત્રી એ આ તકે દેવકા ખાતે અંદાજીત રૂપિયા ૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઔદ્યોગિક તાલીમ સંસના ભવનનું તક્તી અનાવરણ દ્વ્રારા લોકાર્પણ કરતાં ઉમેર્યું હતું કે, આ વિસ્તારમાં ઉદ્યોગોને યોગ્ય કૌશલ્યવાળા યુવાનો મળે તે માટે આ ઔદ્યોગિક તાલીમ સંસ અતિ મહત્વપૂર્ણ બની રહેશે. હર હા કો કામ, હર ખેત કો પાની મળે તે દિશામાં સરકાર કાર્ય કરી રહી છે અને આગામી ૧ વર્ષમાં ૧૦ લાખ યુવાનોને રોજગારી આપવાનું સરકારનું લક્ષ્ય છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યના યાત્રાધામો સ્વચ્છ સુંદર અને રળિયામણા બને તે માટે આવા મોટા યાત્રાધામોમાં ૨૪ કલાક સફાઈ ાય તે માટે સરકારે ૨૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી તે માટેનું આયોજનબધ્ધ કાર્ય આરંભ્યું છે. મુખ્યમંત્રી રૂપાણીએ સીનીયર સીટીઝનોને જાત્રા કરાવવા માટે રાજ્ય સરકારે હા ધરેલા અભિયાનનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, સીનીયર સીટીઝનો માટે સરકાર શ્રવણ બની કાવડ લઈને આવી છે. ગુજરાતના ૬૦ વર્ષ ઉપરના સીનીયર સીટીઝનોને જાત્રા કરાવવા માટેનો ૫૦ ટકા ખર્ચ સરકાર આપશે.આ પ્રસંગે રમેશભાઈ ઓઝાએ આર્શિવચન પાઠવ્યા હતા. રામકાના આ પ્રસંગે રાજ્ય મંત્રી વલ્લભભાઈ વઘાસીયા, સંસદીય સચિવ સર્વ હિરાભાઈ સોલંકી, વાસણભાઈ આહિર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યક્ષ મહેન્દ્રભાઈ ત્રિવેદી, ધારાસભ્ય બાવકુભાઈ ઉઘાડ, પી.પનીરવેલ, પી.કે.લહેરી, અગ્રણીઓ સર્વ તુષારભાઈ, સુર્યકાંતભાઈ, ગૌતમભાઈ, લવજીભાઈ, રાકેશભાઈ સહિતના મહાનુભાવો તા મોટી સંખ્યામાં લોકો ઉપસ્તિ રહ્યાં હતા.