અગાઉ ભેરાઈ-રામપરા ગામના કનેકશનો જુદા કરાયા, અલગ-અલગ ફયુઝ પેટીઓ મુકાઈ
રાજુલા પીજીવીસીએલે ઉમદા કામગીરી બજાવી છે. તાજેતરમાં વરસતા વરસાદમાં ટી.સી. બદલીને વીજ પુરવઠો પૂર્વવ્રત કર્યો હતો. રાજુલા પીજીવીસીએલના કડીયાળી ફીડરમાં આવતા ભેરાઈ, રામપરા-૨ તથા વિવિધ ગામોમાં ચોમાસાની સીઝનમાં પણ વીજ પુરવઠો અવિરત શરૂ રહે તે દિશામાં પીજીવીસીએલ દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ભેરાઈ, રામપરાના કનેકશનો અલગ-અલગ પાડી દેવામાં આવ્યા તેમજ ભેરાઈ ગામમાં પણ અલગ-અલગ ફયુઝ પેટીઓ મુકવામાં આવી જેથી એક વિસ્તારમાં ફોલ્ટ હોય તો બધા જ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ ન કરવો પડે અને ગઈકાલે વરસતા વરસાદમાં ટીસી બળી ગયેલ હોય વરસતા વરસાદમાં ટીસી બદલીને વિજ પુરવઠો રાબેતા મુજબનો તાત્કાલિક શરૂ કરવામાં આવ્યો હતો. આ કામગીરી નાયબ ઈજનેર મનિષભાઈ ચૌધરીના માર્ગદર્શન નીચે આસી.લાઈનમેન મહેન્દ્રભાઈ ઝાંખરા તથા હેલ્પર પરેશભાઈ વાઢેર દ્વારા હાથ ધરાઈ હતી.