શંભુ મહારાજ તથા ર્જીણોધ્ધાર કમીટી દ્વારા લોકોને કરી અપીલ
હાલમાં રાજુલા શહેર અને તાલુકામાં કોરોનાનો કહેર વધતા મૃત્યુ દરમાં પણ વધારો થયેલ હોય, રાજુલા મુકિતધામમાં (લાકડા)નો સ્ટોક રાખવામાં આવે છે. પરંતુ વધારે પ્રમાણમાં મૃત્યુ થતા હોય જેથી સુકલ લાકડાનો સ્ટોક ખુટી પડેલ હતો, ત્યારે રાજુલા મુકિત ધામના શંભુ મહારાજ તેમજ મુક્તિધામ ર્જીણોધ્ધાર કમિટીના સભ્યો તેમજ મારૂતીગ્રુપ દ્વારા લોકોને લાકડા અંગે જાહેરાત કરવામાં આવતા અને આ અંગે રાજુલાના ડે. કલેકટર ડાભીને વાત કરતા તેઓ દ્વારા તાત્કાલીક ધોરણે 1500 મણ લાકડાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. તેમજ વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા પણ આ અંગેની વ્યવસ્થા કરાવવામાં આવી રહેલ છે. આ અંગે રાજુલા નગરપાલીકાના પ્રમુખ ઘનશ્યામભાઈ લાખણેચા દ્વારા લાકડા લાવવા માટે ટ્રેકટર અને જે.સી.બી.ની સુવિધા આપવાની જાહેરાત કરેલ છે. તેમજ આ ટ્રેકટર સાથે સતત સેવાની કામગીરી વિનુભાઈ શ્રી રામ દ્વારા કરવામાં આવી રહેલ છે. આમ મૂકિત ધામના શંભુ મહારાજ અને ર્જીણોધ્ધાર તથા મારૂતી ગ્રુપ છે.જેમાં કોવાયાથી લખમણભાઈ રામ તથા રાજુલાના પ્રફુલ્લભાઈ કસવાળા દ્વારા હાલમાં પાંચ ટ્રેકટરો વિના મૂલ્યે આપવામાં આવેલ છે.તેમજ હજુ પણ વધુ ટ્રેકટરો આપવાની ખાત્રી આપેલ છે. આમ મકિતધામમાં લાકડા ખુટતા લોકો દ્વારા અને આગેવાનો દ્વારા આ અંગે તાત્કાલીક વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને 3 હજાર મણ જેટલો લાકડાનો સ્ટોક માત્ર બે જ દિવસમાં થઈ ગયેલ છે.
આ અંગે ગ્રામ્ય વિસ્તારનાં ખેડુતો લાકડા આપવા ઈચ્છી રહ્યા છે.પરંતુ વનતંત્રના ડરના કારણે તે પોતાની વાડીએથી લાકડા કાપતા નથી જેથી મૂકિતધામમાં લાકડા લઈ જવા માટે વનતંત્ર અને સરકારી તંત્ર અને સૌ રાજકીય આગેવાનો આગળ આવે તેવી લોકોની માંગ છે. જેથીલોકો ભયમૂકત રીતે આ કપરા કાળમાં પોતાની સેવા આપી શકે.આ સમગ્ર માહિતી વિપુલભાઈ લહેરી દ્વારા ટેલીફોનીક પૂછપરછમાં આપવામાં આવેલ છે.