પાણી પુરવઠા વિભાગ પાસે કરાવાયેલું ભુગર્ભ ગટરનું કામ યોગ્ય રીતે નહીં થવાથી સરકારનું ધ્યાન દોરતા ગાંધીનગરથી ચીફ ઈજનેર તપાસ અર્થે આવ્યા
રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરની વિધાનસભા સત્રમાં કરાયેલી રજુઆતના ઉચ્ચકક્ષાએ પડઘા પડયા છે. ધારાસભ્યએ ભુગર્ભ ગટરના કામ સંદર્ભે સરકારનું ધ્યાન દોર્યું હતું જેને ધ્યાને લઈને ગાંધીનગરથી ચીફ ઈજનેર અને જુનાગઢ-ભાવનગરથી પણ અધિકારીઓ તપાસ અર્થે આવ્યા હતા. તાજેતરમાં લોક લાડીલા યુવા ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા વિધાનસભા માં સત્ર દરમ્યાન પ્રશ્નોતરી માં રાજુલા-જાફરાબાદ નગરપાલિકા માં 2014 દરમ્યાન સરકારએ પાણી પુરવઠા વિભાગ પાસે ભૂગર્ભ ગટર નું કામ કરાવ્યું જે કામ યોગ્ય રીતે નહિ થતા આ બંને શહેરો ના લોકો હાલાકી ભોગવી રહ્યા છે જે બાબતે સરકારનું ધ્યાન દોર્યું અને ત્રાસ માંથી મુક્ત કરાવવા વિનંતી કરી જેને અનુસંધાને આજ રોજ ચીફ ઈજનેર ગાંધીનગરથી જૂનાગઢ તથા ભાવનગર અધિકારીઓ આવેલ હતા અને રાજુલા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અધિકારીઓએ પોતે નગરપાલિકાને સાથે રાખીને તપાસ કરેલી તે દરમિયાન ઘણા વિસ્તારમાં વિકટ પ્રશ્નનો સામે આવેલા તમામ પ્રશ્નનું પંચરોજ કામ કરવાના આદેશ આપિયા હતા અને ઘટતું કરવા માટે જે તે ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટને ગટરની ક્ષતીઓને દૂર કરવી અને વહેલી તકે કાર્યરત કરવાની અધિકારીએ બાંહેધરી આપી હતી રાજુલા શહેર અને જાફરાબાદ શહેર ભૂગર્ભ ગટર વિસ્તારની મુલાકાત કરી હતી અને આ ગંભીર પ્રશ્નનું નિરાકરણ કરવા આયોજન કર્યું છે.