રાજુલા તાલુકા પીપાવાવ ધામ ગામની હાડિકા નદી પર નાળું (બોક્સ કલવર્ટ) બનાવવા માટે ગ્રામજનોની વર્ષો જૂની માંગણી હતી દર ચોમાસામાં વરસાદ દરિમયાન આ નદીમાંથી પસાર થવું મુશ્કેલ બનતું હતું ઈમરજન્સી માં વિકટર પર જવાનું થાય તો જીવના જોખમે નદીમાંથી પસાર થઈ જવું પડતું હતું જે અંગે પીપાવાવ ગામના સરપંચ ભાણાભાઈ ગુજરીયા દ્વારા રાજુલા નાં ધારાસભ્ય અંબરીશભાઈ ડેર તથા માર્ગ અને મકાન વિભાગ ને રજૂઆત કરી હતી અને હવે તકે આ કામ મંજૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી આ વિસ્તારના યુવા અને જાગૃત ધારાસભ્યનાં સતત પ્રયત્નો અને માર્ગ અને મકાન વિભાગનાં કાર્યશીલ અધિકારીની મહેનતનાં પરિણામે આ નાળા (બોક્સ કલવર્ટ) નું કામ મંજૂર થયું હતું તેનું ખાતમુહૂર્ત પીપાવાવ ધામનાં સરપંચ ભાણાભાઈ ગુજરીયા, યુવા આગેવાન અજય શિયાળ, બાબુભાઈ બાંભણીયા, સાદુળભાઈ શિયાળ, શામજીભાઈ બાંભણીયા, પ્રવિણ ગુજરીયા, કેશવ ગુજરીયા સહિતના આગેવાનો તથા ગ્રામજનો ની ઉપસ્થિતિ માં શ્રીફળ વધેરી ને કામ ચાલુ કરવામાં આવ્યું હતું. આ નાળું બનતા ગ્રામજનો ને ચોમાસા દરમિયાન અવર નવર કરવામાં રાહત મળશે.
Trending
- વર્લ્ડ હેરિટેજ વીક 2024: કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ એટલે ધોળાવીરા
- અમદાવાદમાં 7 કલાક માટે સાબરમતી રિવરફ્રન્ટ રહેશે બંધ, જાણો કેમ અને કયા સમયે!
- શું તમે પણ એક સારા મોબાઈલ ની શોધમાં છો..?
- ભરતનાટ્યમથી ભારતીય સંસ્કૃતિને આકાર આપતી એક પ્રતીભા એટલે કે હેતલ કટારમલ
- Rajkot : ઓનલાઇન સટ્ટામાં રૂપિયા હારી જતા યુવાને આપઘાત કરી જીવન ટુંકાવ્યું
- સુરત: વાંકલાના પ્રગતિશીલ આદિવાસી ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા
- ગુજરાતનું એવું હિલ સ્ટેશન, કે જેને જોઈને આબુ અને સાપુતારા પણ ભુલાઈ જશે
- Morbi : પીપળી ગામના કૂવામાં ઝંપલાવી પ્રેમીપંખીડાનો એકસાથે આપઘાત