ધારાસભ્ય અંબરીશભાઈ ડેર ગામડાઓમાં ખેડૂત મતદારોની મુલાકાતે બિન રાજકીય ખેડૂત પરિવર્તન અને સહકાર પેનલ વચ્ચે જંગ
રાજુલા માર્કેટિંગ યાર્ડ ની ચુંટણી વર્ષો બાદ રસાકસીભરી બની છે યુવા ધારાસભ્ય અંબરીષભાઈ ડેર ની સક્રિયતા અને ખેડૂતો માટે રાજકીય પક્ષો ને લાવ્યા વગર જમીની સાથે જોડાયેલા ખેડૂતો ની બિન રાજકીય ખેડૂત પરિવર્તન પેનલ બનાવવામાં આવતાં વર્ષો થી રાજુલા માર્કેટિંગ યાર્ડ પર કબજો કરતી પેનલ નાં ઉમેદવારો અને ભાજપના હોદ્દેદારો ખેડૂતો વચ્ચે જવા માટે મજબૂર બન્યા છે ધારાસભ્ય તરફની બિનરાજકીય ખેડૂત પરિવર્તન પેનલ નાં ઉમેદવારો રાજુલા માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતો ને ફી ભોજન, ખેડૂતો નો માલ ચોરાઈ ના જાય કે ઓછો નાં થાય તે માટે સીસીટીવી કેમેરા ની સુવિધાઓમાં વધારો કરવો, ડુંગળી લસણ અને જીરું સહિતની ખેત જણસો ની ખરીદી ચાલુ કરાવી તથા આરામ ગૃહમાં ખેડૂતોને આરામ કરવા માટે બેસવા/ઓઢવા અને સુવા માટે યોગ્ય વ્યવસ્થા કરાવી અને સાચાં વેપારીઓની સંખ્યામાં વધારો કરવો. સહિતના મુદ્દે આ પેનલ સહકારી મંડળી નાં મતદારો ને મળી રહી છે જ્યારે સામે ની તરફ વર્ષો થી રાજુલા માર્કેટિંગ યાર્ડ માં સત્તા ભોગવી રહેલા સહકાર પેનલ નાં ઉમેદવારો ખેડૂતો માટે સસ્તા ડીઝલ પંપ, ખેડૂત નાં આકસ્મિક મૃત્યુ પર રૂ.૫૦ હજાર વીમા સહાય,તાલપત્રી તથા દવા છંટકાવ પંપ, જમીન પુથ્થકરણ પ્રયોગશાળા, ખેત જણસો નાં સંગ્રહ માટે ગોડાઉન, કોઈ પણ માર્કેટ યાર્ડમાં માલ વેચવા માટે ઈ-માર્કેટ સહિતના મુદ્દે આ પેનલ સહકારી મંડળી નાં મતદારો ને મળી રહ્યા છે રાજુલા માર્કેટિંગ યાર્ડ નાં ડિરેક્ટરો ની ચુંટણી માટે તા. ૪ ડિસેમ્બર નાં રોજ મતદાન થવાનું છે જેમાં સહકારી મંડળીઓના ૫૪૨ જેટલા મતદાતાઓ મતાધિકાર ધરાવે છે ત્યારે આ બંને પેનલો એ જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર અને બિન રાજકીય ખેડૂત પરિવર્તન પેનલ નાં ઉમેદવારો ગામડાઓમાં ખેડૂતો મતદારો ની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે વર્ષોથી સત્તામાં રહેલી પેનલ નાં ઉમેદવારો તથા સાંસદ સભ્ય નારાણભાઈ કાછડીયા,જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકી, તથા ભાજપનાં હોદ્દેદારો સહિત લોકો સત્તા જાળવી રાખવા માટે ગામડાઓમાં ખુંટી મતદારો નો સંપર્ક કરી રહ્યા છે ત્યારે રાજુલા નાં યુવા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા તેમની પત્રિકા માં એક વાત કરી કરી હતી કે ’સહકારી ક્ષેત્રમાં હાર જીત ગૌણ છે પણ જો સ્પર્ધા થાય તો ફાયદો ખેડૂતોને ચોક્કસ થાય’. ત્યારેઆગામી દિવસોમાં ખેડૂત મતદારો કોણે આશીર્વાદ આપે છે એ તો આવનારો સમય જ બતાવશે.