રાજુલામાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન મારામારીની ઘટના બનવા પામી છે.ત્યારે ગઈકાલે જૂની પટેલ શેરીમાં આવેલા સંઘવી ચોકમાં રહેતા ધારાશાસ્ત્રી પર તેની પાડોશમાં રહેતા મહિલા સહિત ચાર શખ્સોએ કચરો નાખવાના પ્રશ્ને છરી અને ધોકા વડે જીવલેણ હુમલો કરી માર મારતાં પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પડોશીની કચરો દૂર નાખવાની કહેતા મહિલા સહિત ચાર શખ્સોએ છરી અને ધોકા વડે યુવકને અને તેની માતાને માર માર્યો
વિગતો મુજબ રાજુલામાં સંઘવી ચોક ખાતે રહેતા અને રાજુલા વકીલાત ની પ્રેક્ટિસ કરતા ભાવેશભાઈ પ્રકાશભાઈ પરમાર નામના 28 વર્ષીય યુવાન પર તેના પાડોશમાં જ રહેતા તીર્થ હર્ષદ ગોહિલ,હર્ષદ વિક્રમ ગોહિલ યાગ્નિક અને દક્ષાબેન સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેમને જણાવ્યું હતું કે ગઈકાલ ગઈકાલે સવારના આઠ વાગ્યાના આસપાસ તેઓ પોતાના ઘરે હતા ત્યારે તેના માતા નો ઘર બહારથી અવાજ આવતા તેઓ કર્મ ની બહાર ગયા હતા ત્યારે તેની સામે રહેતા દક્ષાબેન ગોહિલ તેની માતા સાથે ઘર નજીક કચરો નાખવાના પ્રશ્નો બોલાચાલી કરી રહ્યા હતા ત્યારે તેમને આ દક્ષાબેનને ઘર પાસે કચરો નાખવાની ના પાડતા તેના પતિ હર્ષદભાઈ અને પુત્ર તીર્થ અને તેમના ઘરે મહેમાન આવેલા યાજ્ઞિક દ્વારા છરી અને ધોકા વડે ભાવેશભાઈ અને તેની માતા પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં બંનેને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે મહિલા સહિત ચાર સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.