રાજુલા, જાફરાબાદ અને ખાંભાના કર્મનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ તેમજ સતત કાર્યશીલ ધારાસભ્યશ્રી અંબરીશભાઈ ડેર દ્વારા પોતાની વિધાનસભાની તમામ શાળામાં પતંગોનું વિતરણ કરી બાળ ગોપાલોનો રાજીપો પ્રાપ્ત કર્યો છે.
આનંદ અને ઉત્સાહનો સોનેરી તહેવાર એવો પતંગોત્સવ દરેક નાગરિક હળીમળી અને કોઈ પણ ભેદભાવનો સંકોચ રાખ્યા વગર ઉજવે તેવા હેતુસર ધારાસભ્યશ્રી દરેક વિદ્યાર્થીને પતંગોનું વિતરણ કર્યું. સાથે સાથે પતંગ પર લખ્યો છે સોનેરી સંદેશ કે, “સૂર્યાદય અને સૂર્યાસ્તના સમયે પતંગ ન ઉડાડી પક્ષીઓનો જીવ બચાવીએ.”
પતંગો સ્વીકારતા બાળકોની ખુશીનો કોઈ પાર નથી. તહેવારોનો આનંદ દરેક વ્યક્તિ સહભાગીદારીથી ઉજવે તેવી લાગણી ધારાસભ્યશ્રીએ સેવી છે અને દરેક નાગરિકોને પતંગોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે.
ભેરાઈ શાળા પરિવારવતી અશ્વિન દવે અને ઘનશ્યામ ક ચિયા એ ધારાસભ્યશ્રી અંબરીશભાઈ ડેરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.