અમરેલી આરટીઓ કચેરીએ રૂ.૧૫ કરોડની આવક કરી છતા રાજુલામાં કેમ્પ કરવા માટે ઉદાસીનતા: વાહન ચેકિંગમાં પણ નબળુ પુરવાર થતુ આરટીઓ

અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ તાલુકો એટલે ઉદ્યોગિક તાલુકો થશે અહી પાંચ હજાર ઉપરાંતના વાહનો છે દરિયાકિનારે ઉદ્યોગિક ઝોનમાં મોટી એશિયા ક્રેઇન ઇટાસી ઓ લોડર તેમજ મોટા વાહનો કરોડોનો ટેક્સ અમરેલી આરટી કચેરીમાં જમા થાય છે પરંતુ કમનસીબે રાજુલા વિસ્તારમાં આરટી કચેરીઓ દ્વારા એક પણ કેમ્પ ન થતા આ વિસ્તારના વાહનચાલકો પાર્સિંગ કરાવવા ટેક્સ ભરવા લાયસન્સ કઢાવવા લાયસન્સ ની ટ્રેનીંગ લેવા વાહન ના નંબર પ્લેટ લગાડવા ફિટનેસ સર્ટિ માટે વાહ અમરેલી લઈ જવું આવા અનેક કારણોસર રાજુલા-જાફરાબાદ વિસ્તારના લોકો અમરેલી આરટી કચેરીઓમાં ધક્કા ખાય છે.

આ વર્ષે ૩૧ માર્ચ સુધીમાં અમરેલી આર ટી કચેરીઓને ૧૫ થી ૧૭ કરોડની આવક થઈ છે અને દસ જેટલા આરટીઓના ઇન્સ્પેકટરો હોવા છતાં અહીં કેમ્પ કરવામાં આવતો નથી આવા ઇન્સ્પેકટરોને રાજુલા જાફરાબાદ માં મહિનામાં એક દિવસ કેમ્પમાં મોકલવા જોઈએ ગીર સોમનાથ જિલ્લામાં ઊના કેમ થાય છે ભાવનગર જિલ્લામાં મહુવા કેમ થાય છે જ્યારે અમરેલી જિલ્લામાં રાજુલા કેમ્પ શા માટે કરવામાં આવતો નથી તેઓ રોસ વાહનચાલકો ઉઠવા પામેલ છે આ વિસ્તારમાં આરટીઓ અને આવક થાય તે માટે રાજુલામાં કેમ્પ રાખવો જોઈ એ તેમજ અમરેલીમાં આરટીઓના ઇન્સ્પેકટરો ૧૦ જેટલા હોવા છતાં ઔદ્યોગિક વિસ્તારમાં શા માટે ચેકિંગ કરતા નથી.

એક માસ પહેલા દરિયા કિનારે આવેલી એક કંપનીમાં ઓચિંતાનો તપાસ  કરતા ૨૫ જેટલા વાહનો એક જ દિવસમાં ઓવર લોડીંગ માં ઝડપી લાખો રૂપિયાનો અમરેલી આરટી કચેરીએ રાજુલા વિસ્તારમાંથી દંડ વસૂલ્યો હતો આ વિસ્તારમાં અમરેલી આર ટી કચેરીને દેખતી કમાણી છે રાજુલા વિસ્તાર એટલે ઓધ્યોગિક ઝોન વિકસતો તાલુકો છે તેના કારણે આ વિસ્તારમાં રાજુલાના હિંડોરણા નેશનલ હાઇવે ઉપર એ આરટીઓની ચોકી ખોલવામાં આવે તો પરપ્રાંતમાંથી આવતા ટેલર ઓ ઓર લોડીંગ ભરેલા હોય છે તેનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવે તો જેવા નો ટેલર ઓ ઓર લોડીંગ ભરેલા છે તેની તપાસ થાય તો આરટીઓ અને આવકમાં પણ વધારો થઈ શકે તેમ છે અહીં એક મહિનામાં એક પણ કેમ્પ રાખવામાં આવતો નથી તેમજ રાજુલા વિસ્તારમાં દરિયા કિનારે ચાલતા વાહનો નું ઓ એક પણ વાહનોનું ચેકિંગ પણ આરટીઓ કચેરી દ્વારા કરવામાં આવતું નથી જેથી ઓર લોડિંગ બેફામ ટેલર રોવા જાય છે એક જ દિવસમાં લાખોનો દંડ થયો હતો.

ત્યારે દરિયાકિનારે ભરેલા વારોનું  ચેકીંગ હાથ ધરવા આવે તો આરટીઓ અમરેલીને ધીકતી કમાણી થઈ શકે તેમ છે રાજુલા ખાતે યુદ્ધના ધોરણે મહિનામાં એકવાર આરટીઓ દ્વારા કેમ્પ કરવામાં આવે તો લાખો રૂપિયાનો પૈસાનું ડીઝલ નો ધુમાડો અટકી શકે અને ઘર આંગણે જ વાહનોનું પાસિંગ થઈ શકે તેમ લાયસન્સ અંગેની પણ અહીં જ દેવામાં આવે તો લાયસનના સામાન્ય કિસ્સામાં મુસાફરોએ અમરેલી આરટી કચેરી એ ધક્કા તો રાજુલા-જાફરાબાદ ઔદ્યોગિક વિસ્તારના વાહનચાલકોને એવી છે કે રાજુલા કેમ્પ કરવામાં આવે આ પ્રશ્ને આજે વાહન વ્યવહાર મંત્રી આરટીઓના કમિશનર ગાંધીનગર અને જિલ્લા કલેકટર ઘટતું રાજુલા જાફરાબાદ વિસ્તારમાંથી માંગણી અને લાગણી પ્રબળ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.