રાજુલા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શહેરમાં બપોર બાદ ભવ્ય રેલી
દશેરા નિમિતે સમગ્ર દેશમાં શસ્ત્રનું પુજન થતું હોય છે ત્યારે સૂર્યસેના દ્વારા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર શસ્ત્ર પૂજન જોવા મળ્યા પરંતુ રાજુલા-જાફરાબાદ પંથકમાં સૂર્યસેના નવરાત્રી ગ્રાઉન્ડ ખાત શસ્ત્ર પૂજન બપોર બાદ રાખવામાં આવ્યું હતું.
અહીં શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી અશ્વ હથિયારો સાથે આવ્યા હતા અને દશેરા નિમિતે શસ્ત્રપૂજન બાદ શહેરના મુખ્ય માર્ગો પર કાઠી ક્ષત્રિય સમાજ રાજપુત સહિત મોટાભાગના ક્ષત્રિય સમાજના યુવાનોથી લઈને અગ્રણીઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને રેલીની મેદનીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.અહીં આ વર્ષે ઐતિહાસિક ભવ્ય સફળતા સાથે યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ક્ષત્રિયોની પરંપરા મુજબ સાફા સાથે હથિયારોનું પુજન કરી અશ્વ સાથે શહેરભરમાં રેલી કાઢી હતી અને ખુબ ઉત્સાહપૂર્વક આ વર્ષે શસ્ત્ર પૂજનની ઉજવણી કરવામાં આવી હતી.
જોકે અહીં દર વર્ષે આ કાર્યક્રમ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે ક્ષત્રિય સમાજનો ઉત્સાહ અદભુત જોવા મળ્યો હતો. સાથે સાથે અન્ય જ્ઞાતિના લોકો પણ આ શકિત પ્રદર્શન નિહાળવા ઉમટી પડયા હતા. આવનારા દિવસોમાં રાજુલા-જાફરાબાદ પંથકમાં કાઠી ક્ષત્રિય સમાજનું સંગઠન વધુ મજબુત થાય તેવી શકયતા જોવા મળી રહી છે.