ધારેશ્વર ગામે ગયા આધારિત પ્રાકૃતિક ખેતી વિષે માર્ગદર્શન સેમીનાર યોજાયો
ધારાસભ્ય અંબરીશ ડેરની ઉપસ્થિતિથી ખેડુતોમાં ઉત્સાહ વઘ્યો
રાજુલાના ધારેશ્વર ગામે ગાય આધારિક પ્રાકૃતિ ખેતી વિષે સમજણ આપવા માટે કાળુભાઇ કથડભાઇ વાઘના ફાર્મ હાઉસ પર ખુબ જ સુંદર આયોજન કરવામાં આવેલ હતું. આ ગાય આધારીત પાલેકરજી પુરસ્કૃત ખેતી વિષે સમજણ આપવા માટે મુખ્ય વકતા તરીકે કિશાન સંઘના ભેખધારી વકતાઓમાં પ્રફુલભાઇ સેંજલીયા તેમજ ગોવિંદભાઇ ટીંબડીયા દ્વારા ગાય આધારીત ખેતી થશે સમજણ આપેલ તેમજ રાજુલાના ધારાસભ્ય દ્વારા પણ આ કાર્યક્રમમાં હાજરી આપીને ખેડુતોનો ઉત્સાહ વધારેલ હતો.
આ કાર્યક્રમની શરુઆતમાં સૌ મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ હતું. ત્યારબાદ આ સેમીનારમાં સમજણ આપતા ગોવિંદભાઇ ટીંમ્બડીયા દ્વારા ખુબ જ સરળ ભાષામાં વૈજ્ઞાનિક આધારો સાથે ગાયના છાણનો ઉપયોગ ખેતરમાં કઇ રીતે કરવો તે વિષે ખુબ જ સરળ ભાષામાં સમજણ આપેલી ત્યારબાદ ધારાસભ્ય અંબરીશભાઇ ડેર દ્વારા પ્રેસ્ટીસાઇઝ ખાતરોના તેમજ દવાઓના ઉપયોગને કારણે ખેડુતો કેન્સર જેવા રોગોના ભોગ બની રહ્યા હોવાનું તેમજ પ્રેસ્ટીસાઇઝ ખાતર અને દવાઓનો ઉપયોગ સરકાર બંધ કરાવે તેવી માંગ પણ તેઓ દ્વારા વિધાનસભામાં કરવામાં આવેલ હોવાનું જણાવેલ હતું.
તેમજ તેઓ દ્વારા રાજુલામાં પાલેકરજીની 7 દિવસની કથા ગાય આધારીત ખેતી અંગેની કરવામાં આવે તો તેનો તમામ ખર્ચ આપવાની પણ જાહેરાત કરવામાં આવેલ હતી ત્યારબાદ કિશાન સંઘના ભેખધારી એવા પ્રફુલભાઇ સેંજલીયા દ્વારા ગાયનું મહત્વ અને ગાયને શા માટે આપણે પુર્જીએ છીએ અને જો આપણે ગાય આધારીત પ્રાકૃતિક ખેતી નહી અપનાવીએ તો આપણને કોઇ નહી બચાવી શકે.આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના સદસ્ય ગાંડાભાઇ લાખણોત્રા, રામપરા-ર ના સરપંચ સનાભાઇ વાઘ, કિશાન સંઘના ધીરુભાઇ ધાંખડા તથા રામપરા-ર ના આહિર અગ્રણી ભગવાનભાઇ વાઘ તેમજ ભેરાઇ ગામના લાલાદાદા રઘાણી તેમજ મોટી સંખ્યામાં કિશાન અગ્રણીઓ અને ખેડુતોએ હાજર રહીને ગાય આધારીત ખેતી વિશે સમજણ મેળવેલ હતી. આ કાર્યક્રમની સાથે સાથે સત્યાનારાયણની પુજા પણ રાખવામાં આવેલ હતી.