અમરેલી-ભાવનગર પંથકના 31 મૃત વ્યકિતના આધારકાર્ડ સહિત કાગળો બનાવી વિમા કંપની સાથે ઠગાઈ આચરાય
લકઝરી-પાંચ કાર, નવ બાઈક, 10 મોબાઈલ મળી રૂ.52 લાખનો મુદામાલ કબ્જે: તબીબ, લેબ ટેક્નિશિયન સહિત ચારની ધરપકડ
અમરેલી જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહની સીટની રચના કરી, મુળ સુધી પહોંચવા કવાયત
અમરેલી-ભાવનગર પંથકના મૃત્યુ પામેલા વ્યકિતના આધારકાર્ડમાં છેડછાડ કરી વિમા પોલીસી મેળવી અને વાહન લોન મેળવી રૂ.13 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તબીબ, લેબ ટેકનીશ્યન અને વેપારી સહિત ચાર શખ્સોની ધરપકડ કરી પાંચ કાર અને નવ બાઈક મળી રૂ.52લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
મૃતક વ્યક્તિઓના આધારકાર્ડ મેળવી તેની સાથે ચેડા કરી વીમા પોલીસીઓ લેતા 4 શખ્સોને રાજુલા પોલીસે ઝડપી પાડ્યા બાદ કોર્ટે 7 દિવસના રીમાન્ડ 7 મંજૂર કર્યા હતાં. દરમિયાનમાં આ કૌભાંડ સૌરાષ્ટ્રવ્યાપી હોવાનું ખુલવા પામ્યું છે. આ કૌભાંડમાં વધુ એક આરોપી ભદિપ ભરત ખસીયાનું નામ ખુલવા પામેલ છે. જે તળાજાના તરસરા ગામનો રહેવાસી છે. આ સાથે કેટલીક વધુ વિગતો પણ ખુલવા પામેલ છે. જેમાં આરોપીઓએ ભેગા મળી અમરેલી સહિત સૌરાષ્ટ્રભરના વિસ્તારોમાં મૃતક વ્યક્તિઓના આધારકાર્ડ મેળવી તેમાં છેડછાડ કરી જુદી જુદી 21 વીમા કંપનીઓમાં વીમા પોલીસી તથા વાહન પોલીસીઓ મેળવેલ છે.
આરોપીઓએ કુલ 87 પોલીસીઓ બનાવેલ છે. જેમાં રૂા. 2.63 કરોડની રકમની પોલીસીમાંથી પાકતી મુદ્દતે આરોપીઓએ રકમ મેળવી લીધેલ હોવાનું કબુલ્યું છે. જ્યારે રૂા.1,81,58,000/-ની રકમની પોલીસીઓ હાલ ચાલુ છે. જ્યારે 3.47 કરોડની પોલીસીઓ કેન્સલ થઇ ગઇ છે. અને રૂા.5.10 કરોડની પોલીસીઓના 87 પોલીસીઓ બનાવેલ છે. જેમાં રૂા. 2.63 કરોડની રકમની પોલીસીમાંથી પાકતી મુદ્દતે આરોપીઓએ રકમ મેળવી લીધેલ હોવાનું કબુલ્યું છે.
જ્યારે રૂા.1,81,58,000/-ની રકમની પોલીસીઓ હાલ ચાલુ છે. જ્યારે 3.47 કરોડની પોલીસીઓ કેન્સલ થઇ ગઇ છે. અને રૂા.5.10 કરોડની પોલીસીઓના કેસો કોર્ટમાં પેન્ડીંગ છે. આ રીતે આ આરોપીઓએ રૂા.14 કરોડનું કૌભાંડ આચર્યાનું ખુલ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 14 વાહનો, 10 મોબાઇલ, ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ વિગેરે મળી કુલ રૂા.52.18 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓ કુદરતી રીતે મૃત્યુ પામેલ લોકોની વિગતો મેળવી તેમના પરિવારનો સંપર્ક કરી મૃતકના નામે 10ટકા કમિશનના નામે મૃતકના આધારકાર્ડ મેળવી તળાજા આધારકાર્ડ ઓપરેટરનું કામ કરતાં આરોપી પાસે ચેડા કરાવી ખોટા ડોક્યુમેન્ટ બનાવતાં હતાં. અને તેના પરથી આ કૌભાંડ આચરતાં હતાં. આં કૌભાંડમાં વીમા એજન્ટો પણ સંડોવાયેલા હોવાનું પોલીસનું અનુમાન રીમાન્ડ દરમિયાન હજુ અનેક લોકોના નામ ખુલવાની શક્યતાઓ છે જેની સંપૂર્ણ તપાસ માટે સીટની રચના કરવામાં આવશે તેમ અમરેલી એસ.પી. હિમકરસિંહ દ્વારા જણાવવામાં આવેલ છે ….
આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.એન.પરમાર તથા પો.સબ.ઇન્સ એ.એમ.રાધનપરા તથા જી.એમ.જાડેજા તેમજ સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા અનોપસિંહ ગગજીભાઇ સોલંકી તથા સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા હરેશભાઇ દુલાભાઇ કવાડ તથા સર્વેલન્સ સ્કોડના પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ વાળા તથા રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા ચંદ્રેશભાઇ મનુભાઇ કવાડ તથા ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા રાજુલા પોલીસ ટીમ દ્રારા કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓની મોડસ ઓપરેન્ડી
આ કામના આરોપીઓ એકબીજાની મદદગારીથી ગુન્હાહિત કાવતરૂ રચી અમરેલી જિલ્લાના રાજુલા, ડુંગર,પીપાવાવ તેમજ ભાવનગર જિલ્લાના તળાજા પાલીતાણા શિહોર અને મહુવા વિસ્તારમાં પોતાના મીડીએટર (મધ્યસ્થી) રાખી કોઇપણ વિસ્તારમાં કુદરતી મૃત્યુ થયેલ વ્યકિતના સગાનો સંપર્ક કરી, રૂબરૂ જઇ વ્યકિતના કુંટુબીજનોને મરણ જનારના નામે વીમા પોલીસી ખોલાવી આપી, પ્રિમીયમ ભર્યા વગર મૃતકના નામે દસ ટકા કમીશનના નામે મરણ જનારના આધારકાર્ડ લઇ જે આધારકાર્ડ તળાજા ખાતે આધારકાર્ડ ઓપરેટરનું કામ કરતા આરોપી પાસે મરણ જનારના આધારકાર્ડમાં કોઇ જીવીત વ્યકિત જે મરણ જનાર જેવો ચહેરો ધરાવતો વ્યકિતનો ફોટો મરણ જનારના આધારકાર્ડમાં સેટ કરી, ખોટુ આધારકાર્ડ બનાવી જેનો ખરા તરીકે ઉપયોગ કરી,પોલીસી લેવામાં વપરાતા તમામ ડોકયુમેન્ટ ખોટા બનાવી, વીમા કંપનીઓ જોડેથી અલગ અલગ વીમા પોલીસ લઇ તથા વાહન પોલીસી લઇ એકવારનું પ્રીમીયમ ભરી ત્યારબાદ છ થી આઠ મહીનામાં જે તે મરણ જનારના ગામમાંથી મરણ સર્ટીફીકેટ છ થી આઠ મહીના મોડું તલાટી જોડે રજીસ્ટરમાં નોંધણી કરાવી જે મરણ સર્ટીફીકેટનો વીમા પોલીસીમાં વ્યકિત મરણ ગયાનું સર્ટીફીકેટ આપી, પાકતી મુદતે વીમા પોલીસીની તમામ રકમ પોતાની પાસે રાખી લઇ જુદી જુદી વીમા કંપનીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતા હોવાની તેમજ પાકતી મુદતે વીમાની રકમ મરણ જનારના કુંટુબીજનોને દસ ટકા તેમજ વીમાની રકમ પકવવામાં મદદ કરનાર વીમા એજન્ટને પંદરથી પચીસ ટકા સુધીની રકમ આપી બાકીની રકમ પોતે અંદરો અંદર વહેંચી લેતા હોવાની એમ.ઓ ધરાવે છે.