જીપીપીએલ કંપની દ્વારા કેમિકલવાળુ પાણી છોડીને જંગલોનો નાશ કરાયાનો આક્ષેપ
રાજુલાના પીપાવાવ પોર્ટમાં મેંગ્રસ ના જંગલનો નાશ કર્યો. ઝેરી કેમિકલ ના કારણે મેન્ગ્રસ જંગલોનો નાશ પીપાવાવ પોર્ટ કર્યો.દરિયાની જમીન હડપ કરવાનું કારસ્તાન હોવાનું પર્યાવરણ પ્રેમી ચેતન વ્યાસ નો આક્ષેપ.શું આ બનાવવામાં વન વિભાગ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પીપાવાવ પોર્ટ ઉપર કોઈ કાર્યવાહી કરશે કે પછી વહીવટ કરી લેશે તેઓ પણ આક્ષેપ ચેતન વ્યાસે કરેલ છે.
રાજુલા નજીક આવેલા પીપાવાવ પોર્ટમાં એપીએમ ટર્મિનલ જીપીપીએલ કંપની દ્વારા કેમિકલ વાળું પાણી નાખીને આ મેંગરુસના જંગલનો નાશ કરવામાં આવેલ હોવાનો આક્ષેપ ગૌ રક્ષાહિત રક્ષક મંચ અને ગૌચર પર્યાવરણ બચાવો ટ્રસ્ટ ના પ્રમુખશ્રી ચેતન વ્યાસ દ્વારા કરવામાં આવેલ છે.
આ મેંગરુસ દરિયાઈ વનસ્પતિ છે જે દરિયા કિનારા ઉપર થાય છે અને ખૂબ જ આરક્ષિત વનસ્પતિ છે આ વનસ્પતિ આ ઝાડ છે તે દરિયાઈ દીવાલને તૂટી બચાવે છે અને દરિયાઈ ખારાશ આગળ વધતી પણ અટકાવે છે આ મેંગ્રુસ દરિયા કિનારે હોવાને કારણે દરિયાના મોજાઓ આ મેન્ગ્રુસ ને ટકરાવાથી દરિયાઈ દીવાલને નુકસાન થતું નથી જેથી ચેરીયા યાને કે મેંગૃસ ખુબજ આરક્ષિત ઝાડ છે. આ મેંગરુસ પીપાવાવ જેટીની ખૂબ જ નજીક અને જે પાણીનો સંપ આવેલ છે તેની બાજુમાંથી મેંગ્રૂસ નું જંગલ છે. તેનો નાશ કરવામાં આવેલ છે.
આ ચેરીયા યાને કે મેન ગ્રુસ ના જંગલ જે એરિયામાં આવેલ છે તે એરીયા પીપાવાવ જેટી ની એકદમ નજીક આવેલો હોય જેથી આ જમીન ખૂબ જ કિંમતી હોય આ ચેરિયાના વૃક્ષનો નાશ થાય તો, આ જમીન ખાલી થાય અને આ જમીન ખાલી થયેલ જમીન માં માટી પથ્થર નું પુરાણ કરીને આ જમીન ઉપયોગમાં લેવા માટે આ મોટું કારસ્તાન કરવામાં આવેલ હોવાનું પણ ગૌ રક્ષા હિત રક્ષક મંચ અને પર્યાવરણ બચાવો ટ્રસ્ટના પ્રમુખ ચેતન વ્યાસે જણાવેલ છે.
આ કંપની દ્વારા અગાઉ પણ પર્યાવરણની શરતોનો અવારનવાર ભંગ કરેલ હોય તેઓને ક્લોઝર નોટિસ પણ આપવામાં આવેલ હતી. પરંતુ તાજેતરમાં જ પકડાયેલા પોલ્યુશન બોર્ડના માસ મોટા અધિકારીઓ દ્વારા આમાં મોટા વહીવટો કરીને આવી કંપનીઓને મંજૂરી પણ આપી દેવામાં આવે છે.આ અંગે જંગલ ખાતાના અધિકારીનો સંપર્ક કરવામાં આવતા તેઓ એવું જણાવે છે કે આ કંપની ની માલિકીની જમીન છે જેથી અમો કંઈ કરી ન શકીએ, પરંતુ ચેતન વ્યાસ દ્વારા એવું જણાવવામાં આવેલ છે કે, આ જમીન તો બિન નંબરી અને દરિયાની જમીન હોય જેથી આ જમીનમાં આ પીપાવાવ પોર્ટ આવા મેંગરુસ અને કોઈપણ ગેરકાયદેસર પર્યાવરણને નુકસાન થાય તેવી પ્રવૃત્તિઓ નો કરી શકે .પીપાવાવ પોર્ટ દ્વારા સર્વે નો 109 ની બાજુની જમીન માં પણ દરિયાનું પાણી આવતું અટકાવી ને ત્યાં કુદરતી રીતે ઉગેલા મેન્ગ્રૂસ નો પણ નાશ કરી ને તે જમીનમાં પુરાણ કરી ને ત્યાં ઉપયોગ કરવાનું શરૂ કરી દેવા માં આવેલ છે. આ રીતે પીપાવાવ પોર્ટ દ્વારા ભિુ ( કોસ્ટલ રેગ્ર્યું લેટિવ ઝોન) કાયદા ની પણ ભંગ કરેલ હોઈ તેની સામે તેનું યભ (એનવાયર મેન્ટલ ક્લિયારાન્સ ) રદ કરવા ની પણ માંગ કરેલ છે. આગામી સમયમાં આ અંગેના કોઈ પગલા વન વિભાગ દ્વારા નહીં ભરવામાં આવે તો નેશનલ ગ્રીન ટીબ્યુનલ અને પર્યાવરણને લગતી બાબતો ના વિભાગોનો સંપર્ક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું અંત માં ચેતન વ્યાસે જણાવેલ છે.