રાજુલાના ગામ બાદ જાફરાબાદના ભાડા ગામેથી ખનીજ ચોરી ઝડપાઈ

રાજુલા જાફરાબાદમાં મોટી મોટી કંપનીઓ  છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરી બેફામ અને બે રોકટોક દિવસ રાત ચાલી રહેલ હતી જેમાં આ વિસ્તારના ખનીજ માફિયાઓ રાજકીય મોટા હોદ્દેદારો અને ખનીજ ખાતાની મીઠી નજર તળે ખનીજ ચોરી ચાલી રહેલ હતી જેમાં સરકારી અધિકારીઓ  ગેર પ્રવૃતિ રોકવાની જવાબદારી હોય છે તેવા અધિકારી ખિસ્સા ભરીને આવી પ્રવૃત્તિઓ પર આંખ મિચામણા કરવામાં આવતા હતા

પરંતુ રાજુલામાં નિષ્ઠાવાન નાયબ કલેક્ટર કુલદીપ વાળા આવતા  રોયલ્ટી વગર અને ચોરી છુપીથી ચાલી રહેલી રેતી ચોરી અને ખનીજ ચોરી સામે કાર્યવાહી કરતા આ વિસ્તારના ખનીજ માફિયાઓ માં ફફડાટ વ્યાપી ગયેલ છે. જેમાં આજરોજ કુલદીપ વાળાની સૂચનાથી જાફરાબાદ ના મામલતદાર  દ્વારા આજરોજ જાફરાબાદ તાલુકાના ભાડા ગામેથી આ ટ્રેક્ટર  નંબર જીજે 14 ઈ 9605 તથા લારી નંબર લષ 32 િં 4198 જેમાં સાદી માટે ભરી ડ્રાઇવર નરેશ આપા ભાઈ વાળા ભાડા ગામ નો રહેવાસી છે  તેની પાસે કોઈ રોયલ્ટી પાસ આવેલ ન હોય ે મામલતદાર જાફરાબાદ દ્વારા ધોરણસર કાર્યવાહી કરેલ છે.

સતત ચોથા દિવસે નાયબ કલેકટર દ્વારા ખનીજ ચોરો સામે કાર્યવાહી આરંભેલ હોય જેથી લોકો દ્વારા પણ આ ખનીજ માફિયાઓ સામે કેટલાક સવાલો ઊભા કરેલ છે જેમાં લોકોમાંથી  જાણવા મળતી માહિતી મુજબ કે અમરેલી જિલ્લાના ત્રણ ડીપાર્ટમેન્ટમાં એક ટ્રેક્ટર ડીઠ દર મહિને  રકમ આપવામાં આવતી હોવાનું જાણવા મળેલ છે.  પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા રાજુલાના તમામ પ્રવેશદારો અને શહેરમાં સીસીટીવી કેમેરાઓ લગાડેલ છે આમ છતાં બે રોક ટોક રીતે રેતી ચોરી અને ખનીજ ચોરી ચાલી રહેલ છે જો આ સીસીટીવી કેમેરા  છેલ્લા બે માસના  જિલ્લા ના ઉચ્ચ અધિકારી ઓ ચેક કરવામાં આવે તો રેતી ચોરી  ખનીજ ચોરીનું મોટું કૌભાંડ બહાર આવે તેમ છે અને આ સીસીટીવી ઉપર થી  ટ્રેક્ટરો અને ટકો પકડી સકાય તેમ છે અને જો આ સીસીટીવી કેમેરા થી નજર રાખવામાં આવે તો રાજુલામાં  ખનીજચોરો પ્રવેશતા સૌ વાર વિચાર કરશે. હાલના નાયબ કલેકટર ની કાર્યવાહીને કારણે લોકો ખૂબજ ખુશ થયેલ છે અને ઘણા લાંબા સમય બાદ આવી કામગીરી અગાઉ જીલ્લા કલેકટર આયુષ્ય ઓક અને ડીએસપી નિર્લિપ્ત રાયની આમ બન્ને અધીકારીઓ  કામગીરી યાદ તાજી થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.