તાકિદે પગલા નહિ લેવાય તો ૧૩ ગામના ખેડુતોની આંદોલન કરવાની ચીમકી
રાજુલા પ્રાંત અધિકારીને ૧૩ ગામોના ખેડુતો દ્વારા શીંગની ખરીદી પ્રશ્નને તથા ખેડુતોને ડેમમાંથી સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવા માટે આવેદન અપાયું હતું. જેમાં રાજુલા તાલુકાની ખેડુતોની શીંગની ખરીદી સરકાર દ્વારા બંધ કરી દેવાતા ખેડૂતો રોષે ભરાયેલ છે. ખેડુતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ છે અને ૫/૨/૧૮ના રોજથી માર્કેટીંગ યાર્ડમાં છે અને તેઓને મેસેજ પણ શીંગ બનાવવાનો મળેલ હોવા છતાં ખેડુતોને હેરાન કરવા માટે તા.૮/૨/૧૮ થી શીંગની ખરીદી બંધ કરી દેવામાં આવતા ખેડુતોની હાલત કફોડી થયેલ છે.
જયારે રાજુલાના ડેમમાંથી ખેડુતોને પાણી આપવા પ્રશ્ર્ને અગાઉ નકકી થયા મુજબ ત્રણ વાર પાણી આપવામાં આવશે તેવું મીટીંગમાં નકકી થયેલ. જેથી ખેડુતો દ્વારા વાવેતર કરવામાં આવેલ પરંતુ તા.૬થી કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવતા પાક નિષ્ફળ થાય તેવી સ્થિતિ સર્જાય છે. આ અંગે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચેતવણી આપેલ છે. આ આવેદનમાં દિલીપભાઈ સોજીત્રા, બાલાભાઈ સાંખટ, મગનભાઈ કાકલોતરીયા, કનુભાઈ સહિતના જોડાયા હતા.