સિમેન્ટ સાથે દરિયા કિનારાની રેતી ભેળવવામાં આવે છે: દિવાલને પાયા વગરની બનાવવામાં આવી તેવા આક્ષેપ સાથે ચાંચ જીલ્લા પંચાયત સદસ્ય ભાનુબેન શિયાળની મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને લેખિત રજૂઆત
રાજુલા તાલુકાના ખેરા તથા આજુબાજુના ગામોમાં દરીયાઈ કિનારે ઉપર આવેલા છે પરીણામે દરીયાના પાણી આગળ વધતા અટકાવવા માટે સરકાર દ્વારા પુરસંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી હાલ ખેરા ગામે ચાલુ છે
પરંતુ આ દિવાલ બનાવવા માટે સિમેન્ટના ટ્રેટરાપોડ સ્થળ ઉપર બનાવવામાં આવતાં હોય છે જેમાં સિમેન્ટ સાથે ભડીયાનો પાવડર ભેળવવામાં આવે છે જેથી સિમેન્ટની ગુણવત્તા તદ્દન હકિકક્ષાની કરવામાં આવે છે તથા આ ભડીયાના પાવડર સાથે ભેળવેલ સિમેન્ટ સાથે દરીયા કિનારા ની રેતી તથા ભેળવવામાં આવે છે પરીણામે આ ટ્રેટરાપોડ તદ્દન હલકીકક્ષાના બનાવવામાં આવે છે જેના કારણે દરીયાના ક્ષારના કારણે આ ટ્રેટરાપોડ દરીયાના પાણીના ક્ષાર સામે ટકી ન શકે તે પ્રકારે બનાવવામાં આવે છે વળી દરીયા કિનારે પુરસંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી મા દિવાલનો પાયો જ બનાવવામાં આવેલ નથી.
કારણ કે તળીયાના ભાગે જુની સિમેન્ટની થેલીઓમા રેતી ભરીને પાથરવામા આવેલ છે અને તેના ઉપર પથ્થર ગોઠવવાની કામગીરી ચાલુ છે અને તેના ઉપર ટ્રેટરાપોડ ગોઠવવામાં આવશે પરીણામે આ દિવાલ ક્યારે ધરાશાયી થશે તે કહી શકય તેમ નથી વળી ટ્રેટરાપોડ બનાવ્યા બાદ તેને પાણી પાવામા આવતું નથી જેના કારણે ટ્રેટરાપોડ ફાટી જવાની પણ શકયતા રહે છે જેના કારણે આ તીરાડોમાથી પણ દરીયાનું પાણી રોકવું શક્ય નહિ બને જેથી તાત્કાલિક આ કામગીરી ની તપાસ કરવા તથા મટીરીયલ ટેસ્ટીંગ કરવા તેમજ જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
ચાંચ જીલ્લા પંચાયત સદસ્ય ભાનુબેન વિક્રમભાઈ શિયાળ નબળી કામગીરી થાય તે બાબતે કાર્યપાલક ઈજનેર તેમજ રાજ્ય સરકાર ના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ને લેખિત રજૂઆત કરવા આવી.