રાજુલા તાલુકાના આગરીયા નજીક પાંચાળી આહીર રાધા–કૃષ્ણ મંદિર ટ્રસ્ટના પ્રમુખ દેવાતભાઈ બલદાણીયા પર શૈલેષ ચાંદુ તેના મળતિયા ટોળકી દ્વારા જીવલેણ હિંચકારો હુમલો કરવામાં આવેલ. આ બનાવનો હેતુ એવો છે કે થોડા દિવસો પહેલા સમાજની સગીરાનું અપહરણ કરી ઉપાડી જનાર સાવરકુંડલા તાલુકાના દોલતી ગામના માથાભારે સરપંચ દાડુ ચાંદુની સુરત પોલીસે ધરપકડ કરેલ જેથી જેના પેટમાં તેલ રેડાયું એવા શૈલેષ ચાંદુને પેટની પીડા ઉપડતા અને તેની સામે કોઈ માથુ ન ઉંચકે અને વિરોધમાં ચાલતી પ્રવૃતિમાં કોઈ ભાગ ન લે તેવા બદઈરાદાથી આ અંગેની કામગીરીની આગેવાની લેનાર અને ૧૧૦ ગામના પ્રમુખ દેવાતભાઈ પર હિંચકારો હુમલો થયેલ. જે અંગે ચર્ચા વિચારણા કરવા મહુવા રાધાકૃષ્ણ મંદિર ખાતે સમાજના આગેવાનોની મીટીંગ મળેલ અને આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ અને તહોમતદારોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે જેથી અન્ય આગેવાનો પર આવા કૃષ્ણનું પુનરાવર્તન ન થાય સાથે અમરેલી જીલ્લાના ડીએસપી નિર્લીપ્તરાયની કામગીરીની પ્રશંસા કરવામાં આવેલ અને નીચેના પોલીસ સ્ટાફ કે આ લોકો સાથે મળતીયા છે તેવા અંગે પગલા લેવા રજુઆત કરવામાં અાવી છે.
Trending
- રાજકોટ કૉર્પોરેશન મોરબી અને ગાંધીધામના મેન્ટર તરીકે કામ કરશે
- ALERT! ભૂલથી પણ આ મેસેજ પર વિશ્વાસ ન કરો, નહીં તો છેતરાઈ જશો!
- માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાશે
- પંખીડાઓને બચાવવા 40 એમ્બ્યુલન્સ અને 30 કલેકશન-સારવાર કેન્દ્ર કાર્યરત
- યુવાનોને સશક્ત કરો, રાષ્ટ્રને સશક્ત બનાવો: કાલે રાષ્ટ્રીય યુવા દિવસ
- ગુજરાતી અને બોલીવૂડ એક્ટર ટીકુ તલસાણિયાને આવ્યો હાર્ટ એટેક;હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ
- બેટ દ્વારકામાં ફરી ધણધણ્યું ‘દાદા’નું બુલડોઝર: મેગા ડીમોલેશન
- મોરબી: વૃદ્ધ પિતાનું અવસાન થતા દીકરીઓએ પિતાને કાંધ આપી પિતાનું ઋણ ચૂકવ્યું