મોડી રાતે બનેલી રેલવે ટ્રેક પરની ઘટનાને લઇ ઘેરાપ્રત્યાઘાતો પડ્યા
અમરેલી જિલ્લામાં આવેલ મોડી રાતે આશરે 2 વાગ્યા આસપાસ રાજુલા તાલુકાના ઉંચેયા ગામ નજીક પીપાવાવ રેલવે ટ્રેક પર 4 સિંહો આવી ચડતા રેલવે ક્રોસિંગ કરતી વખતે ગુડ્સ ટ્રેન પસાર થતા રેલવે સેવકો દ્વારા રેલવેના પાટલોટને ટોર્ચ લાઈટ મારી જાણ કરવામાં આવી અને પાયલોટ દ્વારા ઇમરજન્સી બ્રેક મારવામાં આવતા 2 વન્ય પ્રાણી સિંહ સલામત રીતે બચી ગયા ક્રોસ કરી ગયા અને 1 નર સિંહનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું અન્ય નર સિંહ 1 ઇજાગ્રસ્ત થતા જૂનાગઢ જુ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે આમ 1થી 4 વર્ષના સિંહો હતા ઘટના બાદ વનવિભાગના ડીસીએફ જયન પટેલ, રાજુલા રેન્જના આર.એફ.ઓ. યોગરાજ સિંહ રાઠોડ સહિત વનવિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પોહચી તપાસ કરી રહ્યો છે
અકસ્માતનો બનાવ કેવી રીતે બન્યો સિંહો ક્યાં વિસ્તાર માંથી રેલવે ટ્રેક પર આવી ચડ્યા હતા તેને લઈ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે વનવિભાગ હવે રેલવેની ગુડ્સ ટ્રેન ચાલકનું નિવેદન લેશે હાલમાં વનવિભાગ માંથી જાણવા મળતી માહિતી પ્રમાણે ટ્રેનની 50 જેટલી સ્પીડ હોવાનું બહાર આવ્યુ છે જ્યારે સાવરકુંડલા રાજુલા પીપાવાવ પોર્ટ સુધીનો રેલવે ટ્રેક અતિ સેન્સિટિવ જોન બની રહ્યો છે અને સાવજો માટે આ ટ્રેક કાળમુખો સાબિત થયો છે
સેંકડો સિંહોના આ ટ્રેકના કારણે ભોગ લેવાયા છે દેશની સાન ગણાતા સાવજોની સુરક્ષા રાજય સરકાર વધારે તેવી પર્યાવરણ અને સિંહ પ્રેમીઓ માંગ ઉઠાવી રહ્યા છે વાંરવાર સિંહોના ટ્રેન હડફેટે મોત થાય છે રાજય સરકાર દ્વારા અહીં કરોડો રૂપિયાના ખર્ચ કરી ફેંસિંગ નાખવામાં આવી છે અને એ ફેંસિંગ હોવા છતાં સિંહો ગમે તે રીતે અંદર ઘુસી જાય છે જોકે તાઉતે વાવાજોડાના બાદ મોટાભાગની ફેનસિંગ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે અનેક જગ્યાએ નમી ગઈ છે તો જેથી સમારકામ તાકીદે કરવાની જરૂરિયાત છે
ઉપરાંત સિંહો ટ્રેક ઉપર આવ્યા બાદ તેમને કેટલીક વખત બહાર નીકળવા માટેનો રસ્તાઓ પણ મળતા નથી આવી અનેક ભૂતકાળમાં બનેલી ઘટનાઓ પણ છે ત્યારે ફરી આજની ઘટનાની રાજ્ય સરકરાએ પણ નોંધ લીધી છે અને વનમંત્રી મુળુ બેરાએ આ ઘટના દુ:ખદ ગણાવી હતી.રાજુલા રેન્જ આર.એફ. ઓ.યોગરાજસિંહ રાઠોડ એ કહ્યું 4 વન્યપ્રાણી હતા જેમાં 2 ને રેલવે સેવકોએ બચાવી લીધા ઇમરજન્સી બ્રેક મરાવી રેલવે સેવકોએ જેના કારણે 2નો બચાવ થયો 1 નું મોત થયું છે 1 ઇજાગ્રસ્ત થયો તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે હાલ અમારી ટીમ તપાસ કરી રહી છે.
સિંહ મોતની ઘટના દુ:ખદ: વન મંત્રી
રાજ્ય સરકારના વનમંત્રી મુળુ બેરાએ જણાવ્યું મને વહેલી સવારે સમાચાર મળ્યા છે 4 સિંહો પીપાવાવ રેલવે ટ્રેક પર પસાર થતા હતા અને સામેથી ટ્રેન આવતી હતી 2 સિંહ બચી ગયા છે 2 સિંહ આવી જતા 1 નું ઘટના સ્થળે મોત થયું છે અન્ય 1 સિંહ નું રેસ્ક્યુ કરી જૂનાગઢ સારવાર માટે લઈ આવ્યા છે ત્યાં ફેનસિંગ છે તેમાં ઘણી વખત સિંહો કૂદી પણ પડે છે મેં વિભાગને કહ્યું છે ત્યાં ફાટક ઉપર માણસો છે ત્યાં વધુ માણસો રાખવા ભવિષ્યમાં આવી ઘટનાના ન બને તે માટે પીસીસીએફ સીસીએફ ડીસીએફને સૂચના આપી છે સિંહનું મોત તે દુ:ખદ ઘટના છે.