પર્યુષણ મહાપર્વના સાતમા દિવસે રાજચંદ્ર જ્ઞાનમંદીર ખાતે રાજુજીએ ભાવિકોને ઘ્યાનના પ્રયોગ થકી ભેદ જ્ઞાન કરાવ્યું
પર્યુષણ મહાપર્વ નીમીતે રાજચંદ્ર જ્ઞાનમંદીર ખાતે રાજુજી (ધરમપુર)એ ભાવિકો આજે સમ્યગ દ્રષ્ટ્રીના આઠ અંગોનો ચિત્તાર આપ્યો હતો. તેમણે ઘ્યાનના પ્રયોગ દ્વારા ભાવિકોને ભેદજ્ઞાન પણ કરાવ્યું હતું. પર્યુષણ મહાપર્વના સાતમા દિવસે આ રાજુજીએ શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાનમંદીરમા મુમુક્ષુઓને સમ્યગદર્શન જેમને પ્રાપ્ત થયું હોય તેના ગુણ એટલે કે સમ્યગદ્રષ્ટિના આઠ અંગ વિષે સમજાવ્યું તે આઠ અંગ નિ:શંકિતપણું, નિ:ક્રાંક્ષિત પણું, નિર્વિચિકત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપગૂહન, સ્થિતિ કરણ, વાત્સલ્ય અને ધર્મપ્રભાવના છે. ઉપરાંત આ દરેક અંગને સુંદર રીતે સમજી શકીએ તે હેતુ એક એક કથા પણ કહી હતી. ઘ્યાનમાં પ્રયોગ થકી ભેદજ્ઞાન પણ કરાવ્યુંહતું.