રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનકી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ભાજપ મહિલા મોરચાના અગ્રણી અંજલીબેન રૂપાણી તેમજ નિતિનભાઈ ભારદ્વાજ રામકથાના જ્ઞાનાગરમાં તરબોળ

વિશ્ર્વના સૌથી મોટા લોહાણા મહાજન અને શહેરના અઢીલાખ રઘુવંશીઓની માતૃસંસ્થા શ્રી રાજકોટ લોહાણા મહાજન દ્વારા તા.29મે સુધી શ્રી રામનગરી ચોધરી હાઈસ્કુલ મેદાન રાજકોટ ખાતે સાંજે 4.30 થી 8.30 વાગ્યા દરમ્યાન અલૌકિક-દિવ્ય-ભવ્ય શ્રી રામકથશનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી રામકથાના સાતમાદિવસે ભાવિકોની કલ્પનાતીત ઉપસ્થિતિ જોવા મળી હતી. અને હજારો ભાવિકો શ્રી રામનામમાં લીન બન્યા હતા.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટ ધારાસભ્ય વિજયભાઈરૂપાણી, ભાજપ મહિલા મોરચાના અંજલીબેન રૂપાણી, પ્રદેશભાજપ અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજ વંદનાબેન ભારદ્વાજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ વી.પી. વૈષ્ણવ સહિતના તમામ ડીરેકટર્સ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને વ્યાસપીઠ ઉપરથી મુખ્યવકતા પૂ. ભુપેન્દ્રભાઈના આશિર્વાદ મેળવ્યા હતા. તેમની સાથે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઈ ચોટાઈ તથા જીતુભાઈ ચંદારાણા તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ સિધ્ધાર્થ છબીલભાઈ પોબારૂ વગેરે જોડાયા કથા વિરામબાદ હજારો લોકોએ શિસ્તબધ્ધ રીતે પ્રસાદ પણ લીધો હતો.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં અશોકભાયાણીના મધુર કંઠે રામધુનનો લ્હાવો લીધો હતો.રામનગરી ખાતે રામકથામાં ભરત મિલાપ હનુમાન પ્રાગટયની કથાનું વિસ્તારથી જ્ઞાનમાં કરાવામાં આવ્યું હતુ.રામનગરીમાં યોજાયેલા ધર્મોત્સવને દીપાવવા રાજકોટ લોહાણા મહાજન સમાજના રાજુભાઈ પોબારૂ અને તેમની સમગ્ર ટીમે જે પુરૂષાર્થ કર્યો છે તેમની ચારે બાજુ સરાહના થઈ રહી છે. આ કથામાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના આગેવાનોએ જે ઉપસ્થિતિ રહી હાજરી આપી છે તે બાબત પણ અભીનંદનીય છે. આ કથામાં અનેક નામી અનામી રાજકીય-સામાજીક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રામકથાના અંતિમચરણમાં કથાનું જ્ઞાન સવારે 9 પીરસાશે

રાજકોટ લોહાણા મહાજન આયોજીત રામનગરી ખાતે રામકથાનોકાલે અંતિમચરણમાં કાલે સવારે 9 થી બપોરે 1 સુધી કથાનું જ્ઞાન પીરસાશે તેમજ કથા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું ભવ્ય અયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.