મોહનદાસબાપા તથા તેમના પ્રેરક દિશાદર્શન થી ભાવિકો સાથે રાજુભાઇ ધ્રુવ સહિતના અગ્રણીઓએ સર્વ સમાજનું કલ્યાણ કરવા વરૂણદેવ-મેઘરાજાને રીઝવવા તથા વરસાદ વરસાવવા પ્રાર્થના કરી કરી
સંત પૂજ્ય શામળાબાપા આશ્રમ રૂપાવટી તા.ગારીયાધારનાં ગાદીપતિ પૂજ્ય સંત શ્રી મોહનદાસબાપાએ રાજકોટનાં ઐતિહાસિક તપોભૂમિ પંચનાથ મહાદેવનાં ભાવિકો સાથે દર્શન કર્યા હતા. આ તકે પૂ. સંતશ્રી મોહનદાસ બાપા સાથે પંચનાથ મહાદેવ મંદિરનાં પ્રાંગણમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં પૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ જોડાયા હતા. પૂજ્ય સંત શ્રી મોહનદાસબાપાએ મહાદેવના ચરણોમાં મંદિરના પરિસરમાં ઉપસ્થિત ભાવિકો સાથે સત્સંગ કરી આધ્યાત્મિક વાતાવરણ સર્જયું હતું. સંતે સત્સંગી ભાવિકો સાથે પરમકૃપાળુ પંચનાથ મહાદેવને વિશ્વશાતિ સાથે સર્વસમાજનું કલ્યાણ કરવા અને મેઘરાજા ને વરસાવવા પ્રાર્થના કરી હતી.ચોમાસુ હોવા છતાં જરૂરી વરસાદ વરસ્યો નથી તેથી છેવરુણદેવ સૌરાષ્ટ્રની તરસી ભૂમિ પર મુશળધાર વરસાદ વરસાવે તેવા આશીર્વાદ માંગ્યા હતા. પૂજ્ય સંત શ્રી મોહનદાસબાપા તથા રાજુભાઇ ધ્રુવે પંચનાથ મહાદેવ સમક્ષ જળરૂપી આશીર્વાદ વરસાવી સમસ્ત જીવજગત પર કૃપા કરો તેવી પ્રાર્થના કરી હતી. આ વેળાએ પંચનાથ મંદિરના વિદ્વાન પૂજારીઓએ ધાર્મિક મંત્રોચ્ચાર દ્વારા પૂજ્ય શ્રી મોહનદાસબાપા તથા ભક્તજનો ના સત્સંગ માં વાતાવરણને ધર્મ ભક્તિમય બનાવ્યુ હતું.ઉપસ્થિત સહુકોઈએ પંચનાથ મહાદેવના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સંત શિરોમણી પૂજ્ય શામળાબાપા આશ્રમ રૂપાવટી તા.ગારીયાધારનાં ગાદીપતિ પૂજ્ય સંત શ્રી મોહનદાસબાપા પંચનાથ મહાદેવનાં દર્શનાર્થે આવ્યા હોઇને પંચનાથ મહાદેવ ટ્રસ્ટના અધ્યક્ષ અને શહેર ભાજપ મહામંત્રી શ્રી દેવાંગભાઈ માંકડ, વાસનતભાઈ જસાણી,રૂપાવટી આશ્રમ ના ટ્રસ્ટી મહુવા ના અશોકભાઈ ગાંધી, ભાવનગર ના ઈશ્વરભાઈ ડોડીયા,મહુવા થી દિનેશભાઇ શ્રીમાંકર,ભરતભાઇ મુંજયાસરા,પ્રકાશભાઈ મીઠાણી, શશીભાઈ મુંજયાસરા, જગદીશભાઈ રઘાણી, રાજુભાઈ લોટિયા, કૃષ્ણકાંતભાઈ ધોળકિયા, ભાવેશભાઈ માધાણી, જીજ્ઞેશભાઈ લોટિયા સહિત અનેક અગ્રણીઓ સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા.