પ્રથમ લોકડાઉનથી લઈ આજ સુધી સેવાકીય પ્રવૃત્તિઓમાં પં.દીનદયાળ ઉપાધ્યાય એકાત્મ ફાઉન્ડેશન અવિરતપણે સક્રિય

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ શરૂ થયું ત્યારથી લઈ આજ દિન સુધી ભાજપના અગ્રણી રાજુભાઇ ધ્રુવ  લોકો તથા તંત્રની વચ્ચે કડીરૂપ બની જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. લોકડાઉન દરમિયાન શાપર-વેરાવળ વિસ્તારમાં આવેલા આનંદી આશ્રમ દ્વારા દરરોજ હજારો શ્રમિકો માટે  ભોજનની વ્યવસ્થા કરવામાં આવી  હતી ત્યારે આનંદી આશ્રમ ના મહંત શ્રી મસ્તરામબાપુના સહયોગ સાથે શ્રમજીવીઓને ઉપયોગી થવાનો પ્રયત્ન કર્યો હતો. શ્રમજીવીઓને સૌરાષ્ટ્ર માં પોતાના કામકાજના સ્થળે રોકાઈ જવા વિનંતી સાથે સતત સમજાવ્યા હતા.ઉપરાંત ત્રંબામાં  રહેતા શ્રમિકો-શ્રમજીવીઓને સમજાવી રોકવા ભોજન માટેની પણ વ્યવસ્થા કરી હતી. ઉપરાંત ત્યાં ચાલતા શામલાબાપા મોહનધામ અન્નક્ષેત્રની મદદથી પરપ્રાંતિય શ્રમજીવીઓને ઉપયોગી થયા હતા. મનોદિવ્યાંગ બાળકો માટે પણ એમણે આ સમય દરમિયાન કરુણા દર્શાવી કલેક્ટર શ્રીમતી રેમ્યા મોહનને રજુઆત કરી ખાદ્યસામગ્રી ની વ્યવસ્થા તંત્ર દ્વારા  કરી હતી અને જરૂરી સહાયતા પૂરી પાડી હતી. ત્યારબાદ આજી વસાહત માં આવેલ એકરંગ આશ્રમની મુલાકાત લઈ ત્યા રહેતી મનોદિવ્યાંગ બહેનોના ખબરઅંતર પૂછીને આશ્રમમાં જિલ્લા વહીવટી સમક્ષ રજૂઆત કરી તંત્ર સાથે રહી લોકડાઉન દરમિયાન સહાય પહોંચાડી હતી. આમ, સમગ્ર લોકડાઉન દરમિયાન રાજુભાઈ ધ્રુવ દ્વારા પ.દીનદયાળ ઉપાધ્યાય એકાત્મ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ સતત ચાલુ રહી હતી અને જ્યાં સુધી કોરોના સંક્રમણ ને કારણે જરૂરિયાત મંદોને જરૂર જણાયે  ઉપયોગી થઇ રહ્યા છે.

આ રીતે કાયદા ની મર્યાદા મા રહીને જ્યારે પણ જરૂરી લાગ્યું ત્યારે વિવિધ સમાજના લોકો અને સંસ્થાઓ દ્વારા કરાયેલી રજૂઆતો અને તેમના પ્રશ્નો અંગે જિલ્લા કલેકટર તંત્ર સાથે રાજુભાઈ ધ્રુવે સંકલન  કર્યું હતું. જેમા કલેકટર શ્રીમતી  રેમ્યા મોહન, તથા એડિશનલ કલેક્ટર પરિમલભાઈ પંડ્યાનો પણ પૂરતો સહયોગ રહ્યો હતો એમ તેમણે જણાવ્યું હતું. લોકડાઉનમાં દરમિયાન સમાજના વિવિધ વર્ગનાં લોકોએ રાજુભાઈ ધ્રુવ તરફથી મળેલી સહયોગ- સહકાર બદલ તેમની, જિલ્લા વહીવટી તંત્રને અને રાજ્ય સરકારની સરાહના કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.