નિયુકિતને ઠેર-ઠેરથી આવકાર: ભાજપ અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આગામી સમયમાં આવી રહેલી વિધાનસભા ચુંટણી પૂર્વે રાજયના ચારેય ઝોનમાં પ્રદેશ મીડિયાની ટીમ જાહેર કરી છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનના મીડિયા ઈન્ચાર્જ તરીકે નીતિન ભુત અને રાજુભાઈ ધ્રુવની વરણી કરવામાં આવી છે. જે સંદર્ભે સૌરાષ્ટ્ર મીડિયા ઝોનના ઈન્ચાર્જ નિતીનભાઈ ભુત, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી અને મહાપાલિકાના શાસકપક્ષના કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકરે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વરેલા વ્યવસાયે શિક્ષક એવા નિતીન ભુત અંગ્રેજી વિષયમાં એમ.એ.બી.એડ.ની ડિગ્રી ધરાવે છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય તેમજ આઈ.ટી.સેલના સૌરાષ્ટ્ર ઝોનના ઈન્ચાર્જ તરીકે જવાબદારીનું વહન કરી ચુકેલા અને હાલ શહેરના વોર્ડ નં.૮માં વોર્ડના ભાજપના પ્રભારી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. આમ સૌરાષ્ટ્ર મીડિયા ઝોનના ઈન્ચાર્જ તરીકે નિતીન ભુત (મો.નં.૭૬૯૮૮ ૮૦૮૦૦ ની વરણીને ભાજપ અગ્રણીઓ આવકારી શુભેચ્છા પાઠવી રહ્યા છે.નીતિનભાઈ ભુતે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ ૧૯૫૦ થી ભાજપમાં સક્રિય હતા. મોદી જયારે ૨૦૦૨ની ચુંટણી લડયા હતા ત્યારે તેઓ રાજકારણમાં શીખીને ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. વધુમાં તેઓએ કહ્યું કે રાજકોટ સૌરાષ્ટ્રનું હબ છે. રાજકોટના મીડિયાએ સૌરાષ્ટ્રના તમામ પ્રશ્ર્નોને વાચા આપી બહોળી લોકચાહના મેળવી છે. રાજુભાઈ ધ્રુવ બહોળો અનુભવ ધરાવે છે. તેઓ પાસેથી ઘણુ શીખવા જેવું છે. આ વર્ષ ચુંટણીનું છે ત્યારે પાર્ટીની નકકી થયેલી તમામ પોલીસી મતદારો સુધી સફળ રીતે પહોંચાડવાના તમામ પ્રયત્નો કરીશું.ભાજપે વિચારધારા પર ચુંટણી લડવાની છે. જયારે પ્રતિસ્પર્ધીમાં વિચારધારાને સ્થાન હોય તેવું લાગતું નથી. ભાજપે જે કામ કર્યા છે તે આંખે ઉડીને વળગે એવા છે. ભાજપનો ૧૫૦થી વધુ સીટો મેળવવાનો ટારગેટ અવશ્ય સફળ થશે. વધુમાં તેઓએ હાર્દિક પટેલ વિશે જણાવ્યું કે હાર્દિકને તમામ જગ્યાએથી જાકારો મળ્યો છે. શ‚આતમાં લોકોએ સાથ આપ્યો હતો. પરંતુ બાદમાં લોકો સામે સત્ય આવી ગયું હતું.