કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધને જબ્બર પ્રતિસાદ

આજરોજ રાજુલામાં કોંગ્રેસ અને તેની ભગીની સંસ્થાઓ એન.એસ.યુ.આઇ. યુથ કોંગ્રેસ અને કોંગ્રેસની વિવિધ સંસ્થાઓ અને વેપારી મંડળો ના સાથ સહકારથી ધારાસભ્ય અંબરીશ ડેરનું સસ્૫ેશન પાછુ ખેચાવવા માટે સમર્થનમાં શનિવારે રાજુલા બંધનું એલાન આપેલ છે. જેના અનુસંધાને કોંગ્રેસ દ્વારા સૌને સ્વેચ્છાએ બંધમાં જોડાવા અપીલ કરે હતી અને જો તાત્કાલીક અંબરીશભાઇ ડેરનું સસ્પેશન રદ નહી કરવામાં આવે તો સમગ્ર રાજુલા-જાફરાબાદ – ખાંભાના કિસાનો મોટી સંખ્યામાં ગાંધીનગર જઇને વિધાનસભાને ધેરાવ કરવામાં આવશે તેવું પણ જાણવા મળેલ છે. બંધ એલાનને ઘ્યાને રાખીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગાઠવવામાં તજવીજ હાથ ધરેલ છે.

ધારાસભ્ય અમરીશભાઇ ડેરને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો વિકટર ગામના ગ્રામજનો તેમજ સમર્થકો અને કોંગી કાર્યકરો દ્વારા વિકટર ચાંદની ચોક જર જોરદાર વિરોધ કર્યો હતો.

જાફરાબાદ એન.એસ.યુ.આઇ. તેમજ ધારાસભ્ય શ્રી ડેરના સમર્થકો અને કોંગી કાર્યકરો દ્વારા પીપાવાવ ચોકડી પર ચકકાજામ કરી જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.

આ કાર્યક્રમમાં અમરેલી જીલ્લા એન.એસ.યુ.આઇ. ના મહામંત્રી રોહનભાઇ ગોસ્વામી, રાજુલા એનએસયુઆઇ ના તાલુકા પ્રમુખ કરણભાઇ કોટડીયા શહેર પ્રમુખ રવિભાઇ ધાખડા ઉ૫પ્રમુખ રમેશ લાખનોત્રા અને જાફરાબાદ એનએસયુઆઇ ના તાલુકા ઉપપ્રમુખ પૃથ્વીરાજભાઇ વરુ અને બાલુભાઇ ભેરાઇ સહીત ૭૦ ના ટોળાની પીપાવાવ મરીન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

ધારાસભ્ય અમરીશ ડેર અને પ્રતાપ દૂધાતના સમર્થમમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ૮ નંબર પીપાવાવ ચોકડી નજીક ધબધબાટી , ચકકાજામ: ટાયરો સળગ્યા વાહનોની કતારો એનએસયુઆઇના કાર્યકતાઓ અને આહીર સમાજે ચકકાજામ કરીને રોડ બંધ કરી દેવાયો છે  બનાવના સ્થળ પર  પોલીસ પહોચી ગઇ હતી. હાઇવે પર ટાયરો સળગાવી ચકકાજામ કરવામાં આવ્યો હતો.

કેશોદ આહીર સમાજ દ્વારા અમરીશ ડેરનું સસ્પેન્શન પરત ખેંચવા માગ

ગુજરાત વિધાનસભામાં ગૃહમાં ગાળાગાળી અને મારામારી ના બનાવ બાદ અઘ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરતા આજે નાયર કલેકટર કેશોદને કેશોદ આહીર સમાજના આગેવાનોએ એક આવેદન પત્ર આપી અમરીશ ડેરનું સસ્૫ેશન તાત્કાલીક દુર કરવાની માંગણી કરી છે.

આ તકે આહીર સમાજ કેશોદના આગેવાનોએ જણાવેલ હતું કે આહીર સમાજના ધારાસભ્ય ને ભાજપ ટાર્ગેટ બનાવી રહ્યું છે. ત્યારે અમરીશ ડેરનું સસ્પેશન પાછું લેવામાં આવશે નહી તો આહીર સમાજ આ મુદ્દે આંદોલનના મંડાણ કરશે તેવી પણ ચીમકી આવેદનપત્રમાં આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.