પર્યુષણ મહાપર્વ નિમિતે આત્માર્પિત રાજુજીના વ્યાખ્યાનનો લાભ લેતા ભાવિકો
ભેદજ્ઞાન માટે સ્ટોપ, સ્કેન અને સ્ટેપ બેકનું સૂત્ર આત્માર્પિત રાજુજીએ પર્યુષણ મહાપર્વ નિમિતે રાજચંદ્રજી જ્ઞાનમંદિર ખાતે વ્યાખ્યાન દરમિયાન આપ્યું હતુ.શ્રીમદ રાજચંદ્ર જ્ઞાનમંદિરમાં આત્માર્પિત રાજુજીએ આજના સ્વાધ્યાયનો મંગલ પ્રારંભ પરમ તીર્થકર મહાવીર પ્રભુના જન્મવાંચનથી કર્યો. ત્યારબાદ સ્વાધ્યાય શ્રેણીનો મુખ્ય વિષય ‘સમ્યગ્દર્શન’નો વ્યવહાર ભેદ અંતર્ગત ‘સ્વ-પર શ્રધ્ધા’ કરાવવા ભેદજ્ઞાનનો ગહન વિષય અત્યંત સહજતાથી સરળ કરીને સમજાવ્યો ભેદજ્ઞાન માટે ૩૫ એટલે કે સ્ટોપ સ્કેન સ્ટેપ બેંકનું સુંદર સૂત્ર આપ્યું વળી બીએમડબલ્યુ, બોડી, માઈન્ડ, વીટનેસ વડે ભેદજ્ઞાન કેમ કરી કાય તેની એક પ્રાયોગીક પ્રક્રિયા શીખવી