રાજકોટને વિશ્ર્વકક્ષાની સુખ-સુવિધાઓ આપનારા વીઝનરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું રાજકોટ-સૌરાષ્ટ્ર માં ભવ્ય સૂ-સ્વાગતમ કરવું એ આપણો ધર્મ બને
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાજકોટ-સૌરાષ્ટ્ર ખાતેની મુલાકાતને આવકારતા સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, દેશ ને આઝાદી ની લડત માં અનેક ક્રાંતિકારીઓ-શહીદો ની ભેટ આપનાર આર્યસમાજ ના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધીજી, ભારતીય લોકશાહી ના ઘડવૈયા-નિર્માતા સરદાર વલ્લભભાઇ પટેલ,ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા,આઝાદી ના લડવૈયા-સાહિત્યકાર કનૈયાલાલ મુનશી, પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇ આવા અસંખ્ય ગુજરાતીઓ છે જે ગુજરાતની દેન છે.
આમાંના એક એટલે શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ. રાજકીય ચશ્મા કાઢીને વાંચનારાઓ સ્પષ્ટ વાંચે કે આ સવાયા ગુજરાતીએ હાલ વિશ્ર્વભરમાં ભારત ના આત્મસન્માન-ગૌરવ ની આહલેક જગાડી છે. ગુજરાતના આ સપૂતનું નામ છે: નરેન્દ્રભાઈ દામોદારદાસ મોદી! હા, એ જ નરેન્દ્રભાઇ કે જે મુખ્યમંત્રી તરીકે પોતાના રાજકીય જીવન ની પહેલી ચૂંટણી રાજકોટ થી લડ્યા-જીત્યા હતા તે ભારત ના શક્તિશાળી યશસ્વી વડાપ્રધાન તરીકે તા.19-10-2022ને બુધવારે આપણાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
છપ્પનની છાતીવાળા આ મહાયોધ્ધાને ફક્ત ભાજપ નેતા માનવાની સંકુચિતતા-સંકીર્ણતા છોડવાની લાગતા વળગતા સૌને અપીલ સાથે આગ્રહ કરીશ કે માત્ર ભાજપનાં જ નહીં બલ્કે સકલ-સમગ્ર ભારતનાં આ વૈશ્ર્વિક લીડરને માન દિલભરીને ન દઇએ આપણે ટૂંકી દ્રષ્ટિ ના સંકુચિત કહેવાઈએ . રાજકોટ ને એઇમ્સ ,ઇન્ટરનેશનલ એરપોર્ટ કે આજીડેમ નસાહિત સૌરાષ્ટ્ર ના ડેમો ને ગુજરાત ની જીવાદોરી સમાન પવિત્ર નર્મદા નિર થી સૌની યોજના દ્વારા બારેમાસ ભરનાર ભગીરથ જેવા ભારત માતાના સપૂત તેમજ ગુજરાતના પનોતાપુત્રની રોડશોમાં ઝલક નિહાળવા અને જનસભામાં ઉમટી પડવા રાજકોટવાસીઓ-સૌરાષ્ટ્રવાસીઓને રાજુભાઇ ધ્રુવે અનુરોધ કર્યો છે.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનાં મુખ્યમંત્રીથી દેશનાં વડાપ્રધાન બન્યા ત્યાં સુધીનો સમયગાળો એમ કહી શકાય કે માં ભારતીને પરમ વૈભવનાં શિખરે લઇ જનારો સુવર્ણ સમયગાળો રહ્યો છે. નરેન્દ્રભાઈ મોદી પાસે એક સમસામયિક ઇતિહાસકારની દ્રષ્ટિ છે, જે કોઈપણ અભ્યાસુ કરતાં વધુ દૂરગામી છે. કાશ્મીરમાંથી ધારા-370 હટાવાઇ હોય કે મહિલા સન્માન માં તીન-તલ્લાકનો અન્યાયકારી કાયદો દૂર કરવો હોય…ભારતે અને સમૂચા વિશ્ર્વએ નરેન્દ્રભાઈ મોદીની ઐતિહાસિક દૂરોગામી દ્રષ્ટિનો સાક્ષાત્કાર કર્યો જ છે , વારાણસી માં બાબા કાશી વિશ્ર્વનાથજીનો કોરિડોર હોય કે મધ્યપ્રદેશનાં ઉજ્જૈનનગરનાં બાબા મહાકાલનું અદભુત ઐતિહાસિક પવિત્ર નવતર-ધામ હોય, આપણી બધ્ધાની આંખો એ નરેન્દ્રભાઈ મોદી નો ભારત ભાગ્ય વિધાતાની શિલ્પ-શૈલીકારનો કસબ પણ નિહાળ્યો છે. આવી સાક્ષાત્ ખમીરવંતી દંતકથારૂપ હસ્તી ભારત માટે રત્ન સમાન અને વિશ્ર્વ માટે નોબેલ સમાન છે. વિકાસની ક્ષિતિજો ટૂંકી પડે એવી હકીકતોની શ્રૃંખલા સર્જી દેનારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ એ આપણ ને લાગે છે કે ગુજરાતનું પાણી અને કૌવત નો પરચો કરવી દીધો છે.
મોદી રામ મંદિર બનાવે છે તો આઈઆઈટી, આઇઆઇએમ અને એઇમ્સને અવગણતા નથી પરંતુ પ્રોત્સાહન આપે છે. કોરોનામાં લોક જાગૃતિ કોરોના સામે લડવાની હિંમતભેર માનસિકતા વધારવા તાલી-થાલી વગાવડાવે તો ભારતનાં 130 કરોડ નાગરિકોને મફત્તમાં ડબ્બલ ડોઝ વેક્સિન પણ આપે છે. વિશ્ર્વનાં અનેક જરૂરિયાતમંદ દેશોને સપ્લાય પણ કરી. ભારતીય લોકશાહીના સર્જક નિર્માતા મહાન સરદાર પટેલ ના પ્રદાન ને વંદન કરવા સ્ટેચ્યૂ ઑફ યુનિટી બનાવે છે તો મોદીજી વોર દેશ ના સુરક્ષાવીરો ના વોર મેમોરિયલને ભૂલતા નથી. મોદીજી ગુજરાત સહિત દેશભરમાં લોકવિકાસ-કલ્યાણ ના પ્રોજેક્ટો બનાવે છે તો લોકશાહી ના મંદિર સમય નવું સંસદ ભવનનું કામ પણ ઝડપ થી આગળ વધારે છે.વડાપ્રધાન મોદીજી કાશ્મીરીઓને પૂન: વસાવે છે તો ઘુસણખોરો ને ભગાવે પણ છે. મોદીજી રાફેલ ખરીદે છે તો બ્રહ્માસ્ત્ર વેચે પણ છે.
ટોલ ટેક્સ ની આવક નેવ 14 લેન હાઇ-વે, ઇસ્ટર્ન પેરિફેરલ એકસપ્રેસ-વે, અટલ ટનલ અને વિશ્ર્વનો સૌથી ઊંચો બોગીબિલ બ્રિજ પણ બંધાવે છે. રાંધણ ગેસનાં સિલિન્ડર મોંઘા થયાનું કહેનારાને સાયલન્ટ જવાબ આપે છે કે દેશની 7 કરોડ માતાઓને મફત રાંધણ ગેસ પણ મળે છે. મોદીજી સ્વચ્છ ભારત મિશન કાગળ પર નથી ચલાવતા. દેશભરમાં 12 કરોડ શૌચાલયો તેની સાક્ષી પૂરે છે. મોદીજી ઈઅઅ, ગઈછ અને ઈઅઇ ની વાત કરતાંની સાથે પાકિસ્તાની વિસ્થાપિત હિન્દુઓને ભારતમાં વસાવે પણ છે. લોકનાયક મોદીજી ચીની કંપનીઓનું નામ લીધા વિનાં સ્વદેશી વેપાર-ધંધાને પ્રાધાન્ય આપવાની માત્ર ટહેલ નાંખે અને દિવાળીમાં સ્વદેશી વેપારીઓને 60000કરોડ રૂપિયાનાં ફટાકડા વેચાણનો લાભ મળે છે. મોદીજી વિશ્ર્વ શાંતિની વાત કરે છે તો દુશ્મનોનાં ઘરમાં ઘૂસી સર્જિકલ સ્ટ્રાઇક પણ કરે છે.
આવા ગણ્યા ગણાય નહીં તેવા આયામોને ચરિતાર્થ કરનારા મહાપુરૂષ કે મહામાનવ આપણાં પ્રદેશની મુલાકાતે આવી રહ્યાં હોય ત્યારે તેઓશ્રી ને અંત:કરણથી ઉમળકાભેર આવકારવા આપણો આપદ-ધર્મ છે. આધુનિક ભારતનાં ભાગ્ય વિધાતાને રાજકોટ-સૌરાષ્ટ્રની ધરતી પર આવકારવામાં જેને રાજકીય સુગ નડતી હોય તેને એટલું જ કહીં વિરમું છું: સૌરાષ્ટ્ર-રાજકોટ ના સર્વાંગીણ વિકાસ ના પ્રણેતા ને આવકારવા માં કોઈ છોછ કે ગમાં અણગમા ને કોરાણે મૂકી ચાલી વિશાળ સંખ્યા માં ઉમટી પડી વિશ્વ ના સર્વાધિક લોકપ્રિય જનનેતા ને આવકાર આપીએ સુસ્વાગતમ કરીએ એવું રાજુભાઈ ધ્રુવે પોતાની નમ્ર અપીલ માં જણાવ્યું છે.