- ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ
- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી કરી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. તેમજ ફરાર રાજશ્રી કોઠારીની પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી છે. અત્યાર સુધી આ કેસમાં 7-8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હજુ એક આરોપી ફરાર છે. જે વિદેશમાં હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ઝડપાયેલા આરોપી રાજશ્રી કોઠારી હોસ્પિટલના ડિરેક્ટર અને ભાગીદાર છે.
ખ્યાતિ હોસ્પિટલ સ્કેમમાં પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ખ્યાતિ મલ્ટીસ્પેશયાલિસ્ટ હોસ્પિટલ સાથે જોડાયેલા આરોપીઓએ PMJAY યોજનાનો દુરુપયોગ કરી આર્થિક લાભ મેળવવા માટે દર્દીઓને ખોટા દબાણમાં લાવીને તેની સર્જરી કરી છે. ખ્યાતિકાંડમાં આરોપી રાજશ્રી કોઠારીએ ધરપકડથી બચવા માટે 3 કેસમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી છે.
કોણ છે રાજશ્રી કોઠારી
રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર છે. આ ઉપરાંત હોસ્પિટલમાં તેમની 3.61 %ની ભાગીદારી પણ છે. તેમજ હોસ્પિટલના ડિરેક્ટરો અને ચેરમેનની મીટિંગમાં વધુમાં વધુ ફ્રી કેમ્પના આયોજનનું પ્લાનિંગ કરવામાં આવતું હતું. તેમજ PMJY કાર્ડવાળા દર્દીઓને શોધી બીમારીનો ડર બતાવીને તેમને હોસ્પિટલ લાવીને ઓપરેશન કરી દેવામાં આવતું હતું.