રાજકોટમાં રાજપૂત કરણી સેનાએ તપાસની માંગ સાથે પાઠવ્યું આવેદન
રાજસનના ચુરું વિસ્તારમાં આવેલા માલસર ગામે ગત તા.૨૪/૬ના રોજ આનંદપાલસિંહ નામના રાજપૂત યુવાનનું એન્કાઉન્ટર યું હતુ. આ ઘટનામાં પોલીસે યુવાનની ક્રુર હત્યા કરીને તેને એન્કાઉન્ટરમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ ઉઠી રહ્યાં છે. વધુમાં એમ પણ કહેવાઈ રહ્યું છે કે, સનિક રાજસન સરકારની મીઠી નજર હેઠળ પોલીસ ડિપાર્ટમેન્ટે હત્યાને એન્કાઉન્ટરમાં ગણાવી કાયદાી બચવાના પ્રયાસો કર્યા છે.
રાજસનમાં બનેલા આ બનાવના વિરોધમાં રાજકોટની રાજપૂત કરણી સેનાએ રેલી યોજી હતી. જેમાં કરણી સેનાના ૫૦ી વધુ સભ્યો જોડાયા હતા. રેલી બાદ જિલ્લા કલેકટર કચેરીએ કલેકટર વિક્રાંત પાંડેને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં કહેવામાં આવ્યું છે. એન્કાઉન્ટરની સંપૂર્ણ ઘટનાની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે કારણ કે હકીકત અને પોલીસના નિવેદનમાં વિરોધાભાસ હોવાી આનંદપાલસિંહની આત્મસમર્પણ કર્યા બાદ રાજકીય કિન્નાખોરીી હત્યા કરવામાં આવી હોવાના આશંકા ઉઠી રહી છે.વધુમાં મૃતક માલાસરમાં શ્રવણસિંહજીના ઘરે રોકાયો હતો. તેમનો પરિવાર નિર્દોષ હોવા છતાં પરિવારની મહિલાઓને પોલીસે બંધક બનાવી છે તેને માનભેર છોડી મુકવામાં આવે. આ ઉપરાંત આનંદપાલસિંહના પરિવારજનો અને સગા-સંબંધીઓ ઉપર જે ખોટા આરોપો કરવામાં આવ્યા છે તેને પાછા ખેંચવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.