રાજપૂત ક્ષત્રિય સમાજના પાંચ હજારથી વધુ બહેનો રાસની બોલાવશે ‘રમઝટ’
અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા શરદ પુનમના દિવસે ભવ્ય શરદોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેના મુખ્ય આયોજકો ‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાતે આવેલ હતા. આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ તથા કમિટી ચેરમેન પી.ટી.જાડેજા, રાજભા જાડેજા, હસુભા જાડેજા (ઘંટેશ્ર્વર), કિશોરસિંહ જેઠવા, એ.પી.જાડેજા, હિતેન્દ્રસિંહ જેઠવા તથા નિર્મળસિંહ ઝાલાએ કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપી હતી.
રાજકોટ ખાતે આગામી તારીખ તા.6-10ને ગુરૂવારના રોજ રાજપૂત ગીરાસદાર ક્ષત્રિય સમાજના બહેનો માટે શરદોત્સવ-2022નું જબરજસ્ત આયોજન બાલભવન, કિશાનપરા ચોક, રેસકોર્ષ પાસે કરવામાં આવનાર છે.
મુખ્ય આયોજન કમિટિના ચેરમેન પી.ટી.જાડેજા, આંતરરાષ્ટ્રીય રાજપૂત ક્ષત્રિય ગીરાસદાર યુવા સંઘ, કિશોરસિંહ જેઠવા પાંડાવદર, ક્ધવીનર કિરીટસિંહ જાડેજા મોટા ભેલા, ક્ધવીનર દ્વારા સંયુક્ત યાદીમાં જણાવે છે કે આ રાસોત્સવમાં ફક્ત રાજપૂત સમાજના બહેનો જ ભાગ લઇ શકશે. રાજપૂત ભાઇઓ આ કાર્યક્રમ નિહાળી શકશે. ત્રણ ગ્રુપમાં બહેનોને રમાડવામાં આવે છે. એ-ગ્રુપ 5 થી 15 વર્ષ, બી-ગ્રુપ 16 થી 25 વર્ષ, સી-ગ્રુપ 26થી ઉપરના બહેનો રમી શકશે. ત્રણેય ગ્રુપમાં પ્રથમ 1 થી 3 નંબર અને વેલડ્રેસ એમ કુલ 4 ઇનામો આપવામાં આવશે. દરેક ગ્રુપમાંથી 10 ચુનંદા બહેનોને સીલેક્ટ કરી કુલ 30 બહેનોમાંથી 1 બમ્પર ઇનામ વિજેતા પસંદ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં માનતા મહેમાનોમાં મુખ્ય અતિથિ વિશેષ કિર્તીસિંહ વાઘેલા, રાજ્ય શિક્ષણમંત્રી, ગુજરાત સરકાર, ગીતાબા જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય ગોંડલ, ડો.જયેન્દ્રસિંહ જાડેજા, મેનેજીંગ ડીરેક્ટર, અ.ગુ.રા.યુવા સંઘ, જયપાલસિંહ રાઠોડ, આઇ.પી.એસ.(એસ.પી.રાજકોટ ગ્રામ્ય) એ.કે.સીંઘ, ડેપ્યુટી કમિશ્ર્નર, રા.એમ.સી.એ ખાસ ઉપસ્થિત રહેવાની સંમતિ આપેલ છે. આ ઉપરાંત રાજપૂત સમાજના અગ્રણીઓ, દાતાઓ, ઉદ્યોગપતિ, પોલીસ અધિકારીઓ, ડોક્ટર્સ વિગેરે ઉપસ્થિત રહી બહેનોના કાર્યક્રમને નિહાળી પ્રોત્સાહન રૂપે ઇનામોમાં ગીફ્ટ, શીલ્ડ આપી પ્રોત્સાહિત કરશે.
વિજેતા બહેનોને શીલ્ડ સ્વર્ગસ્થ રાજેન્દ્રસિંહ જશુભા જેઠવા, પાંડાવદર તરફથી આપવામાં આવશે તેમજ મહિલા સંઘ રાજકોટ તરફથી દરેક વિજેતા બહેનોને તથા નિર્ણાયકને આર્કષક ગીફ્ટ આપવામાં આવશે.
આ ઉપરાંત શત્રુધ્નસિંહ ઝાલા, ચુડવા, અક્ષિતસિંહ પી. જાડેજા, હડમતીયા (જંક્શન), રાજદિપસિંહ મુળ રાજસિંહ જાડેજા (રાજાભાઇ), વાવડી, શક્તિસિંહ ઝાલા, કળમ, ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ, પૃથ્વીરાજસિંહ ઝાલા, લખતર, બાલાજી થાળ, રાજકોટ, ગીતા સાડીઝ, અમરશીભાઇ, રાજકોટ તેમજ વી.જી.સાડી, પ્રધ્યુમનસિંહ ઝાલા, ફેદરા તરફથી સહયોગ મળેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પી.ટી.જાડેજાની આગેવાની નીચે કિશોરસિંહ જેઠવા, જિલ્લા પ્રમુખ રાજકોટ, કિરીટસિંહ જાડેજા, શહેર પ્રમુખ, રાજકોટ હિતેન્દ્રસિંહ ઝાલા, જડેશ્ર્વર કોઠારીયા, પથુભા જાડેજા, ખોખરી, નિર્મળસિંહ ઝાલા, નેકનામ, રાજભા વાળા, હરીયાસણ, મહિપતસિંહ પરમાર, ટીકર, અશોકસિંહ જાડેજા, દોમડા, બનુભા ઝાલા, મેઘપર ઝાલા, પરાક્રમસિંહ જાડેજા, કોકીલાબા એસ.ઝાલા, જયશ્રીબા પી.જાડેજા, હિનાબા બી.ગોહિલ, ઇલાબા સી. જાડેજા, કિર્તીબા જી.ઝાલા, મીનલબા જે.જાડેજા, સીતાબા પી.જેઠવા, ભાવનાબા ઓ. જાડેજા, રજનીબા ટી.રાણા, ગીતાબા જે.ચુડાસમા, ક્રિષ્નાબા પી.ઝાલા, નયનાબા જાડેજા (પાંચસરા), નંદુબા કે. જાડેજા, પ્રફૂલ્લાબા જી.રાણા, છાયાબા એમ. જાડેજા (ગોંડલ, પ્રમુખ), સુલેખાબા જાડેજા, ગોંડલ, ગુણવંતબા આર.ચુડાસમા, પ્રમુખ જેતપુર, જયશ્રીબા ઝાલા, જ્યોતીબા એન.જાડેજા, પ્રમુખ ધોરાજી, પુજાબા જાડેજા, ગાંધીગ્રામ, મનિષાબા પી. જાડેજા, પ્રમુખ જામકંડોરણા, વિલાસબા સોઢા (રેલનગર), પુર્ણાબા ગોહિલ, ગૃહમાતા, રાજકોટ વિગેરે તથા રાજકોટ જિલ્લાના તમામ તાલુકાના કાર્યકર્તા ભાઇઓ તથા બહેનો ચંદ્રાબા પરમાર, મંછાબા જાડેજા, જનકબા જાડેજા દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.
વધુ વિગત માટે પી.ટી.જાડેજા 98242 14299, કિશોરસિંહ જેઠવા 99252 48251, કિરીટસિંહ જાડેજા 98791 66512નો સંપર્ક કરવો.
રાજપૂતોની ઓળખ રાજપૂતાણીઓ થકી જ છે: રાજભા જાડેજા
શરદોત્સવના ભવ્ય કાર્યક્રમમાં રાજપૂત ક્ષત્રિય સમાજના તમામ બહેનો દ્વારા ગરબે તથા શરદ પૂનમના સંગીત પર રમઝટ બોલાવશે. રાજપૂત સમાજના મહિલાઓ થકી જ રાજપૂતોની આગવી ઓળખ છે. જેમાં મુખ્ય કાર્યક્રમમાં બહેનો દ્વારા જ રાસોત્સવ થશે તેમજ સમગ્ર રાજપૂત સમાજની મહિલાઓને પણ શરદોત્સવના ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેવા આહવાન કરવામાં આવે છે.
રાજપૂત મહિલા સંઘ તથા યુવા સંઘ દ્વારા 21માં શરદોત્સવની થશે ભવ્ય ઉજવણી
રાજકોટમાં અખિલ ગુજરાત રાજપૂત સમાજ તથા મહિલા સંઘ દ્વારા 6/10ને ગુરૂવારના બાલભવન ખાતે ભવ્ય શરદોત્સવ ઉજવાશે. જેમાં રાજપૂત સમાજના બહેનોને વધુને વધુ પ્રોત્સાહન મળે તેમજ પ્રોત્સાહનના ભાગરૂપે શિક્ષણથી કલાકૃતિ તેમજ સમસ્ત ક્ષેત્રમાં રાજપૂત સમાજના બહેનોની આગવી ઓળખ ઉભી થાય તે માટે પ્રોત્સાહન પૂરી પાડવામાં આવે છે.
રાજપૂત સમાજના મહિલાઓને વધુને વધુ પ્રોત્સાહન મળે જે મુખ્ય હેતુ છે: કિશોરસિંહ જેઠવા
ગુજરાત રાજપૂત સમાજ મહિલા સંઘને વધુને વધુ પ્રોત્સાહનના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાનોમાં રાજપૂત સમાજના આગેવાનો, મ્યુનિ.ડે.કમિશનર, સમાજના પ્રમુખો વગેરેની ઉપસ્થિતિ રહેનાર છે તેમજ બહેનોને પ્રોત્સાહનના ભાગરૂપે ઇનામો આપીને નવાજવામાં આવશે.